તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકોમાં આક્રોશ:પાટડીના મુખ્ય પ્રવેશ દ્વાર પર જ 15 દિ'થી રોડ તોડાયો, એમ્બ્યુલન્સ કે 108 પણ જઇ શકે એમ નથી

પાટડી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
રસ્તો ખોદી નાખવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો - Divya Bhaskar
રસ્તો ખોદી નાખવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો
  • રોડ ખોદી મુકાતા લોકો, રાહદારીઓ અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં

પાટડીમાં અંદર આવાના પ્રવેશ દ્વાર પર જ નવો રોડ બનાવવા છેલ્લા 15 દિ'થી રોડ ખોદી મુકાતા લોકો, રાહદારીઓ અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. વધુમાં આ વિસ્તારમાં કોરોનાના કેસો વધતા અહીં એમ્બ્યુલન્સ કે 108 પણ જઇ શકે એમ ન હોવાથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

થોડા સમય પહેલા જ આરસીસીરોડ બનાવ્યા હતા
પાટડીમાં થોડા સમય અગાઉ અંદાજે 8થી 10 કરોડના ખર્ચે આરસીસીરોડ બનાવવામાં આવ્યા હતા. જેમાં મોટા ભાગના વિસ્તારોમાં રોડ તૂટી જતાં કે બિસ્માર બનતા નગરજનોમાં રોષની લાગણી ફેલાવા પામી હતી. વિરમગામથી પાટડી આવ્યા બાદ ગામના પ્રવેશ દ્વાર પર જ પાંજરાપોળથી દરબારી ચોક સુધીનો અંદાજે અડધા કિ.મી.નો રસ્તો પણ બિસ્માર બનતા આ વિસ્તારના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.

પાંજરાપોળથી દરબારી ચોક સુધીનો અંદાજે અડધા કિ.મી.નો રસ્તો પણ બિસ્માર
પાંજરાપોળથી દરબારી ચોક સુધીનો અંદાજે અડધા કિ.મી.નો રસ્તો પણ બિસ્માર

અડધો કિ.મી.નો રસ્તો ખોદ્યા બાદ કામ ગોકળ ગતિએ
આથી પાટડી નગરપાલિકા દ્વારા ટેન્ડર બહાર પાડી આ બિસ્માર રસ્તો તોડીને નવો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ આ અડધો કિ.મી.નો રસ્તો ખોદકામ કર્યાને 12થી 15 દિવસ વિતવા છતાં ગોકળ ગતિએ કામ આગળ વધતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં હતા. વધુમાં આ વિસ્તારમાં રહેતા એક રહેણાંક મકાનમાં એકસાથે કોરોનાના ચાર કેસ આવવાની સાથે એક આધેડનું કોરોનાના કારણે મોત નિપજવાની ઘટના બની હતી. ત્યારે રોડ ખોદકામના લીધે અહીં એમ્બ્યુલન્સ કે 108 પણ જઇ શકે એમ ન હોવાથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યોં છે.

ગોકળ ગતિએ કામ આગળ વધતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
ગોકળ ગતિએ કામ આગળ વધતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં

કોન્ટ્રાક્ટરે મારા ઘરનો દરવાજો પણ તોડી નાંખ્યોઃ રહિશ
આ વિસ્તારમાં રહેતા શક્તિસિંહે આક્રોશ સાથે જણાવ્યું કે, આ રોડના ખોદકામ દરમિયાન કોન્ટ્રાક્ટરે મારા ઘરનો દરવાજો પણ તોડી નાંખ્યો હતો. અને રોડ ખોદકામના લીધે અમારે ઘરમાંથી બહાર નીકળવું પણ દુષ્કર બનવા પામ્યું છે. એમાય સૌથી કફોડી હાલત આ વિસ્તારની વૃધ્ધ મહિલાઓ અને બિમાર દર્દીઓની બનવા પામી છે.આથી આ રોડનું કામ તાકીદે હાથ ધરી યુધ્ધના ધોરણે હાથ ધરાય એવી વ્યાપક માંગ પાટડી નગરજનોએ ઉઠાવી છે. બીજુ કે પાટડી નગરના પ્રવેશદ્વાર જ ખોદકામ ચાલી રહ્યું છે છતાં રોડની બંને બાજુ રોડનું સમારકામ ચાલતું હોવાનું બોર્ડ લગાવેલું ન હોવાથી વાહનચાલકોને છેક રોડકામ ચાલે ત્યાં સુધી જઇ વિલા મોઢે પરત ફરવું પડે છે છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન જ કરાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો