• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • The Report Of The Doctor Of ND Desai Hosp. Of Nadiad Came Positive, In Kheda District With 10 Positive, The Total Number Is 1265.

કોરોનાનો કહેર:નડિયાદની ND દેસાઇ હોસ્પિ.ના ડોક્ટરનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો, ખેડા જિલ્લામાં 10 પોઝિટીવ સાથે કુલ આંક 1265

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લામાં વકરી રહેલા કોરોનામાં મંગળવારના રોજ વધુ દસ દર્દી ઉમેરાયાં છે. જેમાં નડિયાદ શહેરના ચાર ઉપરાંત ઠાસરા, ખેડા, વસો, કઠલાલ અને કપડવંજનો સમાવેશ થાય છે. આ કેસમાં એનડી દેસાઇ હોસ્પિટલના ડોક્ટરનો પણ સમાવેસ થાય છે.

નડિયાદ શહેરની એનડી દેસાઇ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ કેમ્પસના 43 વર્ષિય ડોક્ટર કોરોના સંક્રમિત થયાં છે. આ ઉપરાંત શહેરની મારૂતિ સોસાયટી, રોહિતવાસ, પ્રફુલકુંજ સોસાયટીનો સમાવેશ થાય છે. જ્યારે ઠાસરાના વણોતી ગામે પટેલવાડી, ખેડાના વાસણા બુઝર્ગ, ડાકોરના જુનો કુંભારવાડો, અલીન્દ્રા ગામે ફેક્ટરીવાળું ફળીયું, કઠલાલના મંગલમૂર્તિ સોસાયટી અને કપડવંજની છાત્રીવાડો વિસ્તારમાં કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયાં છે.

અન્ય સમાચારો પણ છે...