રેઈલ મેઈલ સર્વિસ:નડિયાદની RMS પુન: શરૂ કરાતા પશ્ચિમ પોસ્ટ કયાં ખસેડવી તે પ્રશ્ન

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • RMS બંધ થતા પશ્ચિમની સબ પોસ્ટ ઓફીસને રેલવેમાં ખસેડાઈ હતી

નડિયાદ રેલવે ખાતે આવેલી રેઈલ મેઈલ સર્વિસ પુન: શરૂ કરવાના આદેશ આપી દેવાયા છે. સંચાર અને પોસ્ટવિભાગ દ્વારા થોડા સમય પહેલા બંધ કરાયેલી સેવાને બહાલ કરાતા હવે નગરવાસીઓ ફરીથી તેનો લાભ લઈ શકશે. પોસ્ટ વિભાગ દ્વારા અનેક કારણો દર્શાવી 24X7 સુધી ચાલતી રેલવે મેઈલ સર્વિસ બંધ કરી આણંદ ખસેડી હતી. જેના કારણે ખેડાના નાગરીકો પોસ્ટલ સેવાથી વંચિત થયા હતા.

આ સંદર્ભે રેઈલ મેઈલ સર્વિસના કર્મચારીઓએ સ્થાનિક રાજકીય આગેવાનોને આવેદનપત્રો આપી અને ટ્રીબ્યુનલમાં જઈને રજૂઆતો કરી હતી. છતાં કોઈ નિર્ણય આવ્યો ન હતો. સાંસદ દેવુસિંહ ચૌહાણ કેન્દ્રીય સંચાર મંત્રી બનતા જ તેમના ધ્યાને મુદ્દો આવ્યો હતો. પરીણામે 8 સપ્ટેમ્બરે પોસ્ટલ વિભાગે આ અંગે નવો નિર્દેશ જાહેર કરીને નડિયાદ રેઈલ મેઈલ સર્વિસ પુન: શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. રેઈલ મેઈલ સર્વિસ જે સમયે બંધ થઈ હતી, દરમિયાન પશ્ચિમમાં આવેલી સબ પોસ્ટ વિભાગની ઓફીસ બંધ કરી આ ઓફીસને રેલવે ખાતેની રેઈલ મેઈલ સર્વિસની ઓફીસમાં ખસેડાઈ હતી. હાલ અહીંયા જ પશ્ચિમ સબ પોસ્ટ વિભાગના 11 જેટલા કર્મચારીઓ કામ કરે છે. સબ પોસ્ટ વિભાગની પશ્ચિમ વિસ્તારની ઓફીસ ભાડાથી ચાલતી હતી. ત્યા

રે હવે જ્યારે RMS પુન: શરૂ કરવાના આદેશ થયા છે, ત્યારે પશ્ચિમની ઓફીસ ક્યાં ખસેડાશે, પશ્ચિમ સબ પોસ્ટ વિભાગ માટે નવી ઓફીસ શોધવી પડશે કે કેમ? તે સવાલ ઉભો થયો છે. જો કે, રેઈલ મેઈલ સર્વિસ ફરીથી ચાલુ કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે, જ્યાં સુધી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સબ પોસ્ટ વિભાગના કર્મચારીઓ માટે RMSની ઓફીસ ખાલી જ છે. ત્યારબાદ શું થાય છે, તે જોવુ રહ્યુ.

અન્ય સમાચારો પણ છે...