તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંદિર પ્રશાસનનો નિર્ણય:ડાકોર મંદિર દ્વારા પ્રસાદના લાડુના ભાવમાં વધારો કરાયો; હવે 2 લાડવા માટે 20, 3 માટે 50 તો 6 માટે 100 ચૂકવવા પડશે

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડાકોર રણછોડરાયજી મંદિર - ફાઇલ તસવીર - Divya Bhaskar
ડાકોર રણછોડરાયજી મંદિર - ફાઇલ તસવીર
  • પહેલા 10 રૂપિયા લેખે 1 લેખે જોઈએ તેટલા લાડુ મળતા

યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજીની પ્રસાદના લાડુ મોંઘા બન્યા છે. અત્યાર સુધી ભક્તોને રૂ.10માં 1 લાડુ લેખે જોઇએ તેટલા લાડુ મળતા હતા. પરંતુ મંદિર પ્રશાસન હવે લાડુના ભાવમાં નવી સ્કીમ લાવ્યા છે. કોઈ પણ ભક્તને એક લાડુના રૂ.10, બે લાડુ ના રૂ.20 પરંતુ જો ત્રીજો લાડુ જોઈએ તો રૂ.50 ચૂકવવા પડશે. આજ પ્રમાણે 6 લાડુ જોઈએ તો રૂ.100 ચૂકવવા પડશે. મંદિર પ્રશાસન દ્વારા છાના છુપીથી આ ભાવ વધારો અમલમાં મુકી દેતા વૈષ્ણવોમાં નારાજગી જોવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...