સમસ્યા:પ્રમુખના વોર્ડમાં આવેલી તલાવડી સંભાળ ન લેવાતા ઉકરડામાં ફેરવાઈ

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં માં આવેલ રામ તલાવડી પાસે ગંદકી ઠલવાતા ઉકરડો બની ગઇ છે. - Divya Bhaskar
નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં માં આવેલ રામ તલાવડી પાસે ગંદકી ઠલવાતા ઉકરડો બની ગઇ છે.
  • નડિયાદ પાલિકાએ રામ તલાવડીની બહાર જ કચરાના કન્ટેનર મુકી દેતા કચરો કન્ટેનરના બદલે તળાવમાં

નડિયાદ શહેરમાં તળાવોના બ્યુટીફીકેશન માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે. પરંતુ પાલિકા પ્રમુખના વોર્ડમાં આવેલ રામ તલાવડી ની સ્થિતિ જોતા આ તળાવની સ્થિતિ ક્યારે સુધરશે તેવા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. તળાવનું બ્યુટીફિકેશન ના થાય તો ઠીક, પરંતુ ઉકરડામાં તબદીલ થયેલ તળાવની સફાઈ થાય તો પણ શારૂ તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. આ તળાવની ફરતે ગણપતિ મંદિર અને ગુરુદ્વારા જેવા મંદિરો આવેલા છે. તેમજ પેરેડાઈઝ ફ્લેટ, અરવિંદ સોસાયટી, મિલાપ નગરી સહિત અનેક સોસાયટી વિસ્તારો છે. જ્યાના સ્થાનિકો અહીથી હરરોજ અવર જવર કરી રહ્યા છે. પરંતુ ઉકરડા માં રૂપાંતર થયેલ આ તળાવને જોઈ પાલિકાની કામગીરી પર સવાલ કરી રહ્યા છે.

નડિયાદના મિશનરોડ પર આવેલ રામ તલાવડી પ્રમુખ રંજનબેન વાઘેલાનો વોર્ડ છે. તેમ છતાં આ વિસ્તારમાં આવેલ એકમાત્ર તલાવડીની હાલત બદતર બની રહી છે. પાલિકા દ્વારા કચરાના ડમ્પિંગ માટે તળાવ બહાર કન્ટેનર મુકવામાં આવ્યું છે. જેના કારણે સ્થાનિકો અને સફાઈ કર્મચારીઓ સીધો જ કચરો કન્ટેનરમાં અથવા તો તળાવમાં જ નાખી રહ્યા છે. સ્થાનિકો દ્વારા અનેક રજૂઆતો બાદ પણ પાલિકા આ તળાવની જાળવણી માં નિષ્ફળ રહી છે. ત્યારે પાલિકા પ્રમુખ શું પોતાના વોર્ડમાં જ સફાઇ કરાવી શકતા નથી? શુ અહીં દિવા તળે જ અંધારું છે? તેવા પ્રશ્નો સ્થાનિકો કરી રહ્યા છે.

નગર પાલિકાના ઇલેક્શન પહેલા તલાવડીના બ્યુટીફિકેશનના વાયદા કરવામાં આવ્યા હતા
નોંધવું રહ્યું કે ચૂંટણી પહેલા આ તલાવડીનું બ્યુટીફિકેશન કરી ખેતા તળાવ જેવું બનાવવાનો વાયદો મતદારોને અપાયો હતો. પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ તળાવને સુંદર બનાવવાનું તો દુર, પરંતુ તળાવમાંથી કચોરો પણ ઉલેચવામાં આવી રહ્યો નથી. જેના કારણે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...