તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાંટે કી ટક્કર:ખેડા જીલ્લાની પાંચ નગરપાલિકાનું રાજકીય ચિત્ર સ્પષ્ટ, મતદારોને રીઝવવા માટે લાગ્યા ઉમેદવારો

નડિયાદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
નડિયાદ શહેરની ફાઇલ તસવીર - Divya Bhaskar
નડિયાદ શહેરની ફાઇલ તસવીર
 • નડિયાદ નગરપાલિકામાં કુલ 13 વોર્ડમાંથી કોંગ્રસના 29, ભાજપના 49, આપ ના 1 અને અપક્ષના 33 ઉમેદવારો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમગ્ર ખેડા જિલ્લામાં 5 નગરપાલિકાનું રાજકીય ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. હવે મતદારોને રીઝવવા ઉમેદવારો લાગી ચૂક્યા છે. ઠાસરા અને કપડવંજ નગરપાલિકામાં કોંગ્રેસે કોઈ ઉમેદવાર ઉતાર્યા ન હોવાને કારણે ત્યાં ભાજપ અને અપક્ષ વચ્ચે સીધી ટક્કર રહેશે. જ્યારે કઠલાલમાં પણ કોંગ્રેસે કોઈ ઉમેદવાર નહીં ઉતારતા ત્યાં સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે જંગ ખેલાશે.

નગરપાલિકાની ચૂંટણીનું સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ
ખેડા જિલ્લાની 5 નગરપાલિકાની ચૂંટણી આગામી 28મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. ત્યારે ગત રોજ ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસ બાદ આજે સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. ઠાસરા નગરપાલિકામાં કુલ 6 વોર્ડમાંથી ભાજપમાંથી 3, આમ આદમી પાર્ટીમાંથી 1, કોંગ્રેસમાંથી 14 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. નડિયાદ નગરપાલિકાની વાત કરવામાં આવે તો કુલ 13 વોર્ડમાંથી કોંગ્રેસમાંથી 29, ભાજપમાંથી 49, આમ આદમી પાર્ટીમાંથી 1 અને અપક્ષમાંથી 33 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર રહેશે.

ચૂંટણીમાં પક્ષો વચ્ચે કાંટે કી ટક્કર
જ્યારે કઠલાલ નગરપાલિકા કુલ વોર્ડ 6માંથી ભાજપમાંથી 24, સમાજવાદી પાર્ટીમાંથી 24 ઉમેદવારો વચ્ચે ટક્કર થશે. કપડવંજ નગરપાલિકાની વાત કરીએ તો, કુલ 7 વોર્ડમાંથી ભાજપ પક્ષમાંથી 24, અપક્ષમાંથી 53 વચ્ચે જંગ ખેલાશે. કણજરી નગરપાલિકાના કુલ વોર્ડ 6માંથી કોંગ્રેસમાંથી 24 જ્યારે ભાજપ પક્ષમાંથી પણ 24 ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર થશે. હવે મતદારોને રીઝવવા કોણ સફળ થાય છે ને કોણ અસફળ તે ચૂંટણીના પરિણામના દિવસે જ જાણી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો