તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કર્મ કેસ:સગીરાના બા-દાદાને મળવાના બહાને પાર્ષદ એક સપ્તાહથી ઘરે આવતો હતો

નડિયાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડતાલનો આરોપી સોહન ભગત. - Divya Bhaskar
વડતાલનો આરોપી સોહન ભગત.
  • ઘરની દીકરી સમાન બાળકી પર સોહને પર ફિટકાર

વડતાલમાં પાર્ષદ સોહન જોગીયારામ પાટીદાર ઉર્ફે સોહન ભગતે આચરેલા કૃત્યને લઈ ચારે બાજુથી તેના પર ફિટકાર વરસી રહ્યો છે. મંદિરમાં સંતોની સેવા કરતો પાર્ષદ આવું કૃત્ય પણ કરી શકે તેવું કોઇએ સ્વપ્નમાં પણ વિચાર્યું નહી હોય. અઠવાડીયા અગાઉ બાળકીના દાદા-દાદી વડતાલ આવ્યા હોઈ આ ભગત અવાર નવાર તેઓને મળવાના બહાને તેમના ઘરે જતો હતો.

બસ આજ સમય દરમિયાન આ પાપીની નજર 7 વર્ષીય બાળકી પર બગડી અને શુક્રવારના દિવસે તેણે પરિવારજનો ના ભોળપણનો લાભ ઉઠાવી બાળકીને ફરવા લઈજવા ના બહાને ઘરેથી લઈ ગયો હતો. જે બાદ તેણે જે કૃત્ય આચર્યુ તેનાથી સમગ્ર વડતાલ ધામ અને સમગ્ર સંતસંગી સમાજ તેના પર ફિટકાર વરસાવી રહ્યો છે.

પાર્ષદનો ભાણેજ નજીકમાં જ રહેતો હતો અને તેની પત્નીને લેવા માટે મધ્યપ્રદેશ ગયો હોવાથી મકાન ખાલી હતું જેમાં બાળકીને ખેંચી જઇને દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બનાવની જાણ થતાં મંદિર સત્તાવાળાઓએ સોહન ભગતનો કબજો પોલીસને સોંપી દીધો હતો.

આરોપીને બિલોદરા જેલમાં ધકેલાયો
નાની બાળકી સાથે દુષ્કર્મ જેવું કૃત્ય આચરનાર નરાધમ પાર્ષદને ખુદ મંદિરના સંતોએ ઝડપી પોલીસને સોપી દીધો હતો. જે બાદ મેડિકલ રીપોર્ટમાં દુષ્કર્મની ઘટના સાબિત થતી હોઈ, તેમજ તપાસમાં જરૂરી તમામ પુરાવા મળી ગયા છે. જેથી આરોપીના રિમાન્ડ માંગવાની જરૂર ન હતી. આરોપીને કોર્ટમાં રજુ કરી હાલ તેને બિલોદરા જેલમાં ધકેલી દેવાયો છે. > આર.એન.વાઘેલા, પી.આઇ.

અન્ય સમાચારો પણ છે...