તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષા આપવાનો નિર્ણય:12 સાયન્સમાં માસ પ્રમોશનથી અસંતુષ્ટ એકમાત્ર વિદ્યાર્થી આજે પરીક્ષા આપશે

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઇ.ટી.માં પ્રવેશ માટે 80 ટકા જરૂરી હોવાથી પરીક્ષા આપવાનો નિર્ણય

રાજ્ય સરકારે ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યા બાદ પરીણામો જાહેર કર્યા હતા. ત્યારબાદ પરીણામોથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા લેવાશે, તેવી જાહેરાત કરાઈ હતી. આ જાહેરાત બાદ ખેડા જિલ્લાનો એક માત્ર વિદ્યાર્થી ધોરણ 12ની પરીક્ષા આપવા માટે આગળ આવ્યો છે.

ખેડા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે જણાવ્યુ છે કે, સરકારે પરીણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે વિકલ્પ આપ્યો છે. ખેડા જિલ્લામાં એકમાત્ર વિદ્યાર્થીએ પરીક્ષા આપવા માટેની પ્રક્રિયામાં ભાગ લીધો હતો. આવતીકાલે અમદાવાદ ખાતે પરીક્ષા આપશે. માસ પ્રમોશનમાં મળેલા તેના પરીણામથી તે અસંતુષ્ટ હોવાથી તેને પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો છે.

ડાકોર સંસ્થાન હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા સુજલ મયુરભાઈ અધવર્યુએ પરીક્ષા આપવા પાછળનું કારણ આપતા જણાવ્યુ કે, કોરોનાકાળમાં સરકારે માસ પ્રમોશનનો નિર્ણય કર્યો તે આવકાર દાયક છે. મારા ત્રણ વિષયના 73 ટકા આવ્યા હતા. જેનાથી હું નાખુશ છુ. મારા અભ્યાસ પ્રમાણે માર્ક્સ નથી મળ્યા. મારે કમ્પ્યુટર એન્જીનીયર બનવુ છે. જેની માટે મારે કમ્પ્યુટર આઈ.ટી. ક્ષેત્રમાં એડમીશન લેવુ છે, ત્યાં 80 કે તેથી વધુ ટકાની જરૂર છે.

મારે અગાઉ ધોરણ 10માં 95 ટકા આવ્યા હતા. આ વખતે પણ મહેનત ચાલુ છે. શિક્ષકો અને માતા-પિતાએ પણ પરીક્ષા આપવા માટે મને પ્રોત્સાહિત કર્યો છે. ત્યારે આ નિર્ણય લઈ હવે આવતીકાલે અમદાવાદ ખાતે પરીક્ષા આપવા જઈશ.

અન્ય સમાચારો પણ છે...