તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:સાજા થયેલા દર્દીનો આંક 10,000ને પાર કર્યો

નડિયાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદમાં માત્ર 3 ઃ જિલ્લામાં 11 કેસ

ખેડા જિલ્લામાં આજે કોરોનાના આંગળીના વેઢે ગણી શકાય તેટલા કેસ નોંધાતા ખૂબ મોટા રાહતના સમાચાર આવ્યા છે. જિલ્લામાં આજે માત્ર 11 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ પોઝીટવ આંક 10,297એ પહોંચ્યો છે. જે પૈકી 96 ટકા રીકવરી સાથે અત્યાર સુધી 10,020 દર્દીઓને રજા અપાઈ છે. સાજા થયેલા દર્દીઓનો આંક 10 હજારને પાર પહોંચી જતા રાહતના સમાચાર સામે આવ્યા છે.

નડિયાદમાં માત્ર 3 કોરોના પોઝીટીવ નોંધાયા છે. મહિના અગાઉ જ્યાં 80થી વધુ કેસ નડિયાદ તાલુકામાં નોંધાતા હતા, ત્યાં હવે માત્ર 3 કેસ નોંધાતા આરોગ્ય તંત્રએ હાશકારો અનુભવ્યો છે. બીજીતરફ નડિયાદ સહિત જિલ્લાની હોસ્પિટલોમાં પણ કોરોના બેડ ખાલી થઈ ગયા છે. હાલ માત્ર 229 દર્દી દાખલ છે. જે પૈકી 137 સ્ટેબલ, 74 ઓક્સિજન અને 18 વેન્ટીલેટર પર છે.

નડિયાદ સિવિલમાં માત્ર 28 દર્દી દાખલ છે. જ્યારે એન. ડી. દેસાઈમાં 33 દર્દી છે. હાલ હોમ આઈસોલેશનમાં 78 જ્યારે ખાનગી હોસ્પિટલોમાં 34 દર્દી દાખલ છે. જિલ્લામાં આજે વધુ 1122 કોરોના સેમ્પલ લેવાયા છે. જેના રીપોર્ટ પેન્ડીંગ છે. 18+ના વેક્સીનેશનમાં વધારો થતાં આજે 4256નું રસીકરણ કરાયુ છે.

અન્ય સમાચારો પણ છે...