તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ખેેડા જિલ્લામાં કોરોનાનો આંક વધ્યો,વધુ 6 કેસ, શહેરમાં 5 અને કંજરીમાં 1 કેસ મળ્યો

નડિયાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

ખેડા જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ફરી વધારો નોંધાયો છે. એક અને બે દર્દીઓની સામે સોમવારે એકસાથે 6 દર્દી નોંધાયા છે. જેમાં નડિયાદ શહેરમાં 5 અને નડિયાદ તાલુકાના કંજરીમાં એક દર્દી મળી આવ્યા છે. સોમવારે નડિયાદના પવનચક્કી રોડ ઉપર આવેલી એકતા પાર્ક સોસાયટીના 58 વર્ષના આધેડ, મઢી ચકલાની પાસે આવેલી મોટી તલાટી પોળના 49 વર્ષના આધેડ અને 77 વર્ષના વૃધ્ધ, વરિયા પ્રજાપતિની વાડી પાસે આવેલા રણછોડરાય પાર્કના 53 વર્ષના આધેડ, સંતરામ ભાગોળના 65 વર્ષના વૃધ્ધ તથા કંજરીમાં રેલ્વે સ્ટેશન નજીક રહેતા 55 વર્ષના આધેડનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં તમામને સારવાર અર્થે ખસેડાયા છે. હાલમાં જિલ્લામાં કોરોના દર્દીઓનો કુલ આંક 3238 પર પહોંચ્યો છે. જિલ્લામાં એક્ટિવ દર્દીઓનો આંક 12 છે. જેમાંથી 6 દર્દી હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો