તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હલકી કક્ષાનું મટીરીયલ:ટુંડેલથી હનુમાનપુરાનો નવો રોડ 6 મહિનામાં જ કકડભૂસ

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટુંડેલથી હનુમાનપુરા તરફ જતા માર્ગ પર ગત વર્ષે લાખો રૂપિયાના ખર્ચે ડામરનો રોડ બનાવાયો હતો. પરંતુ આ રોડ બનાયે હજુ માંડ 6 મહિના થયા છે, ત્યાં રોડ ધોવાઈ ગયો છે અને તેમાં ખાડા પડી ગયા છે. ઉપરાંત સાઈડો પણ તૂટી ગઈ છે. હજારો લોકોને પસાર થવાના આ માર્ગમાં ભ્રષ્ટાચાર આચરી હલકી કક્ષાનું મટીરીયલ વાપર્યુ હોવાનો આક્ષેપ પૂર્વ તાલુકા પંચાયત સભ્યએ કરતા મામલો ગરમાયો છે.

ટુંડેલથી વાયા પીજ થઈ હનુમાનપુરા તરફનો રોડ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) અંતર્ગત વર્ષ 2019માં મંજૂર થયો હતો. 2019ના અંતિમ માસમાં આ ડામરનો પાકો રોડ બનાવવાની શરૂઆત કરી તેને 2020ના નવેમ્બરમાં પૂર્ણ કરવાનો હતો. જેમાં અર્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સીને કામ સોંપાયુ હતુ. આ અંગે નડિયાદના પૂર્વ તાલુકા પંચાયત સભ્ય રાજેશભાઈ ગોહિલે મુખ્યમંત્રીને મેઈલના માધ્યમથી રજૂઆત કરી જણાવ્યુ છે કે, આ રોડ બનાવતા સમયે હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપર્યુ છે. જેના કારણે માત્ર 2 માસના ટુંકા ગાળામાં રોડ કકડભૂસ થઈ ગયો છે. આ રોડના ટેન્ડરની રકમ 41.02 લાખ રૂપિયા હોવા છતાં કામ કરતી વખતે ભ્રષ્ટાચાર આચરી રોડનું નિર્માણ કરાયુ છે. તેમજ ગામના લોકો સાથે છેતરપીંડી કરાઈ છે. ત્યારે આ અંગે એજન્સી પાસે ફરીથી રોડનું કામ કરાવવામાં આવે તેવી માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...