તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચકચાર:ભાણેજ પત્નીને લેવા MP ગયો અને તેના ખાલી મકાનમાં પાર્ષદ મામાએ બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું

નડિયાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંતની સેવા કરતા પાર્ષદની હરકત અંગે મંદિરને જાણ થતા જ મંદિરે આરોપીને પોલીસ હવાલે કર્યો

યાત્રાધામ વડતાલમાં સંતની સેવા કરતા સોહન ભગત નામના પાર્ષદે સગીર બાળકી પર દુષ્કર્મ ગુજારવા નું પાપ કરતા ચકચાર મચી છે. શુક્રવારે બપોરના સમયે આ પાપી પાર્ષદની દાનત સગીર બાળકી પર બગડી હતી. જેથી તેણે બાળકી ને ગોમતી ઘાટ પર ફરવા લઈ જવાનું કહેતા પરિવારે પાર્ષદ પર ભરોસો કરી બાળકી સોંપી હતી. પરિવારને ક્યાં ખબર હતી કે જે પાર્ષદ પર તેઓ ભરોસો કરી રહ્યા છે, તે હવે તેની તમામ પવિત્રતા ગુમાવી બેઠો છે. આખરે કામૌતુક થયેલ પાર્ષદે મંદિરની પાછળના ભાગે આવેલ લક્ષ્મીનારાયણ ભુવનમાં પોતાના ભાણીયા ના બંધ મકાનમાં લઈ જઈ સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.

મુળ નગુરગામ, તાલુકો મનાવર, જિલ્લો ઘાર, મધ્યપ્રદેસનો રહેવાસી સોહન ભગત ઉર્ફે સોહન જોગ્યાભાઈ પાટીદાર 30 વર્ષ પહેલા સાધુ બનવા માટે વડતાલ આવ્યો હતો. અહીં તેણે લક્ષ્મીનારાયણ નામના સાધુ પાસે પાર્ષદ તરીકે દીક્ષા લીધી હતી. અને તે મંદિરમાં જ સાધુની સેવા કરતો હતો. મંદિરની પાછળ આવેલ લક્ષ્મીનારાયણ ભુવનમાં રહેતો સોહન નો ભાણિયો નરેન્દ્ર પાટીદાર તેની પત્નીને લેવા વતનમાં ગયો હોઇ ઘર બંધ હતુ. જેથી આ પાપી પાર્ષદે સમયનો લાભ ઉઠાવી સગીર દીકરીને ત્યાં લઈ જઈ તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. નોંધનીય બાબત તો એછે કે સોહને જે ભાણિયાના મકાનમાં સમગ્ર કાંડને અંજામ આપ્યો તે ભાણીયો નરેન્દ્ર પણ સાધુ બનવા માટે જ વડતાલ આવ્યો હતો. દીક્ષા લઈ તે પાર્ષદ પણ બન્યો હતો. પરંતુ બાદમાં તેઓ એ લગ્ન કરી લીધા હતા અને સંસાર માં જોડાઈ ગયા હતા.

વડતાલ મંદિરના સ્ટોરમાં નોકરી કરતો હોઇ તે મંદિરના પાછળના ભાગમાં આવેલા ચાર માળીયા મકાનમાં પત્ની સાથે રહેતો હતો. સમગ્ર ઘટના અંગે દીકરીના પરિવારને જાણ થતા જ તેઓએ વડતાલ મંદિરમાં સોહન ભગતના સંત અને ચકલાસી પોલીસને જાણ કરી હતી. જેથી સમગ્ર મામલો મંદિર ટ્રસ્ટની જાણમાં આવતા જ આ પાર્ષદ ને પકડીને પોલીસને હવાલે કરાયો હતો. હાલ પોલીસે સોહન ભગત ની ધરપકડ કરી તેનું મેડિકલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટના સ્થળનો અગાઉ પણ દુરુપયોગ થતો હોવાની ચર્ચા
વડતાલ સ્વામિનારાયણ મંદિરની પાછળ આવેલ લક્ષ્મીનારાયણ ભવનમાં આરોપી સોહન ભગતનો ભાણિયો નરેન્દ્ર રહે છે. તે મંદિરના સ્ટોરમાં નોકરી કરતો હોઈ આ ભવનમાં તેને આ મકાન આપવામાં આવ્યું છે. જોકે આ મકાનનો અગાઉ પણ દુર ઉપયોગ થતો રહ્યો હોવાની ચર્ચા સ્થાનિકોમાં થઈ રહી છે.

વડતાલના સ્વામિનારાયણ મંદિર સાથે અત્યાર સુધી સંકળાયેલા ચર્ચાસ્પદ વિવાદો
સુવ્રત સ્વામીનો સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો વિવાદ

બે વર્ષ અગાઉ વડતાલ મંદિરના સુવ્રત સ્વામીએ એક પાર્ષદ સગીરને રૂષિકેશ લઈ જઇ સતત ત્રણ માસ સુધી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનો વિવાદ બહાર આવ્યો હતો. મહત્વની વાત એ છે કે આ ઘટનામાં મુખ્ય આરોપી તરીકે સુવ્રત સ્વામી અને તેમના મદદગાર તરીકે અન્ય સ્વામિના નામ પણ બહાર આવ્યા હતા. સમગ્ર ઘટના અંગે ચકલાસી પોલીસ મથકે ગુનો પણ નોંધાયો હતો.

ત્યાગ વલ્લભ સ્વામીનો સ્ત્રી મોહ
વડતાલ મંદિરના આશરે 35 થી 38 વર્ષના સ્વામી ત્યાગ વલ્લભ સ્વામી સ્ત્રી વેશ ધારણ કરી મહિલાઓ સાથે વોટ્સએપ પર ચેટિંગ કરતા હોવાનો મામલો સામે આવ્યો હતો. સમગ્ર મામલે ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જે મામલે પગલા ભરવાની બાહેંધરી મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી હતી, પરંતુ બાદમાં સમગ્ર મામલો દબાઇ ગયો હતો.

1998માં ચેરમેન ગદાધરાનંદની હત્યા થઈ હતી
મે 1998માં મંદિરના ચેરમેન ગદાધરાનંદ સ્વામીની હત્યાનો ચર્ચાસ્પદ બનાવ બન્યો હતો. સમગ્ર ઘટના અંગે ચકલાસી પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી, અને ત્યાર બાદ મામલો હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.

વેદાંત વલ્લભ દાસ દુષ્કર્મ પ્રકરણ
થોડા સમય અગાઉ મંદિરના ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રીના શિષ્ય વેદાંતવલ્લભ દાસ વડોદરા જિલ્લાના કરજણ પોલીસ મથકે પોતાના જ ગૂરૂ વિરુદ્ધ દુષ્કૃત્યની ફરિયાદ નોધાવી હતી. છ-છ વર્ષ સુધી ગુરુ ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રીએ શિષ્યની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા ધર્મપ્રિય ભક્તો આશ્ચર્ય પામ્યા હતા.

ધર્મરત્ન દાસ હત્યા મામલો
નવેમ્બર 2018માં સંત નિવાસમાં રહેતા ધર્મરત્ન દાસ સ્વામીની હત્યાનો મામલો પણ ઘણો ચગ્યો હતો. ધર્મરત્ન દાસે સગીર યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ આચર્યુ હોવાનો આક્ષેપ થયો હતો. જેનો વીડિયો સગીરોએ બનાવી લીધો હતો. તે બાબતે સાધુ અને સગીરો વચ્ચે ઘર્ષણ થતા સગીરોએ ઘરના બાથરૂમમાં જ તિક્ષ્ણ હથિયારના ઘા મારી સાધુની હત્યા કરી નાખી હતી. જે ઘટનામાં પોલીસે 3 સગીરોની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...