તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:નડિયાદમાં આગામી 10 જુલાઈના રોજ નેશનલ લોક અદાલત યોજાશે

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

નામદાર ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશ અનુસાર ખેડા જિલ્‍લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્‍લા ન્‍યાયલય, નડિયાદના મહે. અધ્યક્ષ એલ.એસ.પીરઝાદાની સુચના મુજબ જિલ્‍લા અદાલત, નડિયાદ તથા તમામ તાલુકાની કોર્ટ, નડિયાદ, ડાકોર, ઠાસરા, કપડવંજ, ખેડા, માતર, મહેમદાવાદ, મહુધા, કઠલાલ, વસો, સેવાલીયા મુકામે 10 જુલાઈના રોજ નેશનલ લોક અદાલત યોજવામાં આવનાર છે.

તેમાં મોટર અકસ્‍માત વળતરના કેસો, દિવાની કેસો, સમાધાન લાયક ફોજદારી કેસો, ફેમેલી કોર્ટના તથા અન્‍ય લગ્‍ન વિષયક કેસો તથા બેંક, એમ.જી.વિ.સી.એલ, ફાયનાન્‍સ કંપની વિગેરેના પ્રીલીટીગેશન કેસો મુકવામાં આવનાર છે. જેથી જે કોઇ વકિલો, પક્ષકારો તેમજ સંસ્‍થાઓ પોતાના કેસો નેશનલ લોક અદાલતમાં મુકવા ઇચ્છતા હોય તેઓએ જે અદાલતમાં કેસ ચાલતો હોય તે અદાલતનો અથવા જિલ્‍લા કાનુની સેવા સત્તા મંડળ, જિલ્‍લા અદાલત, નડિયાદનો સંપર્ક કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...