તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુલતવી:ખેડા જિલ્લામાં 8 મેંના યોજાનારી નેશનલ લોક અદાલત હવે 12 જૂને યોજાશે

નડિયાદ3 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોના મહામારીના પગલે તારીખમાં ફેરફાર કરવામા આવ્યો

ખેડા જિલ્લામાં 8મી મેના રોજ યોજાનાર નેશનલ લોક અદાલત કોરોનાના કારણે પાછી ઠેલાઈ છે. જે બાદ હવે આ અદાલત આગામી જુન માસમાં યોજાનાર છે. જેની નોંધ લેવા પક્ષકારો અને વકીલોને તેમજ સંસ્થાઓને જણાવવામાં આવ્યું છે. કોરોનાના વધતા જતાં સંક્રમણને લઈ આ નિર્ણય ન્યાય પાલિકાએ લીધો છે.

નામદાર ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદના આદેશ અનુસાર ખેડા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડિયાદના મહે.અધ્યક્ષ એલ.એસ.પીરઝાદાની સૂચના મુજબ જિલ્લા અદાલત નડિયાદ તથા તમામ તાલુકાની કોર્ટની નેશનલ લોક અદાલત કોરોનાના કારણે પાછી ઠેલાઈ છે. જેમાં નડિયાદ, ડાકોર, ઠાસરા, કપડવંજ, ખેડા, માતર, મહેમદાવાદ, મહુધા, કઠલાલ, વસો અને સેવાલીયામાં આગામી 8મી મે ના રોજ યોજાનાર નેશનલ લોક અદાલત 12મી જુને યોજવાનું નક્કી કરાયું છે. સમગ્ર જિલ્લામાં બેકાબુ બનેલ કોરોનાના કારણે આ નિર્ણય ન્યાયપાલીકા તરફથી લેવાયો છે.

આ યોજનાર અદાલતમાં પક્ષકારો, વકીલો તરફથી મોટર અકસ્માત વળતરના કેસો, દિવાની કેસો, સમાધાન લાયક ફોજદારી કેસો, ફેમીલી કોર્ટના તથા અન્ય લગ્ન વિષયક કેસો તેમજ બેંક, એમ. જી. વી. સી. એલ, ફાઈનાન્સ કંપનીઓ વિગેરેના પ્રિલીટીગેશન કેસો રજૂ કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો