તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:220 ફૂટ ઉંડા કૂવામાંથી રાષ્ટ્રિય પક્ષી મોરને બચાવાયો

નડિયાદ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હલદરવાસ ગામે છ યુવકોએ બે કલાકની જહેમત બાદ ઓપરેશન પાર પાડ્યુ

મહેમદાવાદ તાલુકાના હલદરવાસ ગામેં રાષ્ટ્રીય પક્ષી મોર ને બચાવવા માટે સ્થાનિકો મોતના કૂવામાં ઊતરી ગયા. જી હા હલદરવાસ ગામે રહેતા ભરતભાઈ ફુલાભાઈ ખાંટ ના ખેતરમાં આવેલ અવાવરૃ કૂવામાં એક મોર છેલ્લા પંદર દિવસથી પડયો હોવાની જાણ કોઈએ ભરતભાઈને કરી હતી. જેની જાણ થતા જ ભરતભાઈ અને તેમના અન્ય પાંચ મિત્રોએ આ મોરને કૂવામાંથી બહાર કાઢવાનું નક્કી કરી લીધું. ભરતભાઈ ની સાથે તેમના મિત્ર ડાયાભાઈ કાળાભાઈ પરમાર, પાર્થ સંજયભાઈ પઢીયાર, રણજીત બાબુભાઈ ગોહિલ, ચકાભાઇ રાણાભાઇ ઝાલા, અને ભરતભાઈ રમેશભાઇ પરમાર જોડાયા.

આ વ્યક્તિઓએ ભેગા મળી એક લાંબું દોરડું લાવી દોરડાની મદદથી કૂવામાં ઊતરી મોરને જીવતો બહાર કાઢવાનું નક્કી કર્યું. આખરે ડાયાભાઈ નું વજન સૌથી ઓછું હોય અને ડાયાભાઈ જંગલી જાનવરો જેવા કે સાપ ની સામે કેવી રીતે બચી શકાય તે જાણતા હોય તેઓને કૂવામાં ઉતારવાનું નક્કી કરાયું. અન્ય પાંચ વ્યક્તિઓ કુવાની બહાર ઉભા રહ્યા, અને ડાહ્યાભાઈની કમરે દોરડું બાંધી તેમને 220 ફૂટ ઊંડા કૂવામાં ઉતારવામાં આવ્યા.

આજે બપોરવા 12:00 વાગે શરૂ થયેલું આ રેસ્ક્યુ ઓપરેશન પોણા બે કલાક ચાલ્યું. જેના અંતે ડાયાભાઈ મોરને પોતાના ખોળામાં લઇ અન્ય વ્યક્તિઓ એ તેમને દોરડાથી બહાર ખેંચતા મોરને જીવિત હાલતમાં બહાર લાવવામાં સફળતા મેળવી હતી. મહત્વની વાત છે કે,સ્થાનિક વ્યક્તિઓએ જાતે મોરને બચાવવાનું નક્કી કર્યું હોઇ સમગ્ર બાબતે વનવિભાગને કોઇ જાણ કરવામાં આવી ન હતી. અને સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન સ્થાનિકોએ જ પાર પાડયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો