તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિજિટલ ઇન્ડીયાનું સૂરસૂરિયું:નડિયાદ નગરપાલિકાની વેબસાઇટ પર હજુ જુના જ જોગીઓના નામો, ડિજિટલાઇઝેશનની વાતો વચ્ચે વેબસાઇટ જૈસે થે

નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

નડિયાદ નગરપાલિકા ડિજીટલાઇઝેશનના નામે વારંવાર પોતાની પીઠ થાબડે છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, પાલિકાની વેબસાઇટમાં કોઇ સુધારો જોવા મળતો નથી. વેબસાઇટ જોતા હજુ જુના જ જોગીઓના નામ જોવા મળી રહી છે. ખાસ કરીને પ્રમુખ તરીકે દિપીકાબહેન પટેલનો જ ફોટો છે. જેને કારણે હાસ્યાસ્પદ સ્થિતિ સર્જાઇ છે.

નડિયાદ નગરપાલિકા પોતાને આધુનિક ગણાવે છે અને આંગળીના ટેરવે જ બધી માહિતી હોવાનો વારંવાર દાવો કરે છે. બીજી તરફ પાલિકાની વેબસાઇટ www.nadiadmunicipality.com પર જુના સત્તાધિશોના નામ જોવા મળી રહ્યાં છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, આ સત્તાધિશોનો કાર્યકાળ ડિસેમ્બર માસમાં જ પુરો થઇ ગયો છે. જેને ચાર માસ થઇ ગયા છે. આ ગાળામાં ચૂંટણી પણ યોજાઇ ગઈ છે અને હાલની બોડી બહુમતી સાથે ચૂંટાઇ આવી છે અને પ્રમુખ પણ નિમાઇ ગયાં છે. આમ છતાં હજુ પ્રમુખ સહિત મેમ્બરના નામ પણ જૈસે થે જ જોવા મળી રહ્યાં છે.

આ વેબસાઇટનો ઉપયોગ સ્થાનિક ઉપરાંત વિદેશમાં રહેતા નડિયાદવાસીઓ વધુ કરતાં હોય છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર ડિઝીટલ ઇન્ડિયા પર ભાર મુકે છે. સ્થાનિક સ્વરાજ્યને આ બાબતે કરોડોની ગ્રાન્ટ પણ ફાળવે છે. પાલિકા પણ ડિઝીટલ માટે લાખોનો ખર્ચ કરે છે. બધુ જ ઓનલાઇન મળે તે માટે પ્રયત્ન થાય છે. પરંતુ વેબસાઇટ સુધારા પાછળ આટલી બધી ગંભીર બેદરકારી ખરેખર હાસ્યાસ્પદ સ્થિતિનું નિર્માણ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો