બાર એસોસિએશનની ચૂંટણી:નડિયાદ બાર એસોસિએશનની ચૂંટણીમાં 81 ટકા મતદાન થયું

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 735 પૈકી 602 મતદારોએ મતદાન કર્યું, મોડીરાત સુધી મતગણતરી ચાલી

નડિયાદ બાર એસોસિએશનની ચૂંટણીમાં 71 ટકા મતદાન થયું છે. પ્રમુખ, ઉપ પ્રમુખ સહિત 12 સભ્યો માટે યોજાયેલ ચૂંટણીમાં કુલ 26 ઉમેદવારો મેદાનમાં હતા. ચૂંટણી માટે સવારે 10.30 વાગે મતદાન શરૂ થયું હતું. જે સાંજે 4.30 વાગ્યા સુધી ચાલ્યું હતું.

મતદાનના અંતે 735 પૈકી 602 વકીલ મતદારોએ પોતાનો મત આપતા 81 ટકા મતદાન થયું હતું. નડિયાદ બાર એસોસીએશનની ચૂંટણી હોઇ શિક્ષિત વકીલો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતુ. પરંતુ 81 ટકા જેટલું મતદાન થતા 133 જેટલા વકીલ મતદારો મતદાનથી વંચિત રહ્યા હતા. સાંજે પાંચ વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી. જોકે મોડી રાત સુધી મતગણતરી ચાલી હતી. જેથી પરિણામ જાણી શકાયું નથી.

અન્ય સમાચારો પણ છે...