મીટીંગ:ગ્રામ્યમાં કોરોના સંક્રમણ વધતા મીટીંગ બોલાવાઈ

નડિયાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા વિકાસ અધિકારી સહિત સ્ટાફ હાજર

નડિયાદ સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ જે રીતે વધ્યું છે, તે ચિંતાનો વિષય છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ ઘટાડવા માટે તાલુકા પંચાયત દ્વારા સતત પ્રયાસો થઇ રહ્યા છે. પરંતુ કોરોના અટકવાનું નામ લઇ રહ્યો નથી. ત્યારે સેનેટાઇજીંગ ઉપરાંત બીજી કામગીરી પર ભાર મૂકવા આજ રોજ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન રશ્મીકાંતને પટેલ ના અધ્યક્ષ સ્થાને મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મીટીંગમાં તાલુકા વિકાસ અધિકારી શૈલેન્દ્ર બ્રહ્મભટ્ટ સહિત સ્ટાફ કર્મચારીઓ અને સભ્યો હાજર રહ્યા હતા અને કોરોના અટકે તે માટે વિચાર રજૂ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...