તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:પથ્થરમારાના મુખ્ય આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદના રાજીવ નગરમાં એક જ્ઞાતીના બે જૂથ ટકરાયા હતા

નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે હિંસક ધિંગાણુ થયુ હતુ. તળાવમાંથી માટી કાઢવાની બાબતે ચાલી રહેલી બોલાચાલીએ એટલુ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ કે, વાત પથ્થરમારા સુધી પહોંચી ગઈ હતી. આ રાયોટીંગમાં બંને પક્ષના લોકો ઈજાગ્રસ્ત થયા હતા, પરંતુ તેના મુખ્ય આરોપીઓ હજુ પણ પોલીસ જાપ્તામાં આવ્યા નથી.

ટેલીફોન એક્ષચેન્જની સામે રાજીવનગરમાં રહેતા ભરવાડ સમાજના બે જૂથો વચ્ચે તળાવમાંથી માટી કાઢવા બાબતે હિંસક મારામારી થઈ હતી. આ મારામારીમાં પોલીસે બંને પક્ષની રાયોટીંગની ફરિયાદ દાખલ કરી હતી. જેમાં 24 લોકો સામે ગુનો નોંધાયો હતો.

પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ અત્યાર સુધી 8 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે 16 લોકો હજુ ઝડપાયા નથી. તેમાંય મુખ્ય આરોપી સંગરામ ભરવાડને હજુ પણ નડિયાદ પશ્ચિમ પોલીસ ઝડપી શકી નથી. ત્યારે આટલા મોટા રાયોટીંગના ગુનામાં મુખ્ય આરોપીઓ પોલીસ જાપ્તામાં ન આવતા અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...