તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Nadiad
 • The Locks Of The Grocery Shop In Mahudha Market Yard Were Broken, The Smugglers Totaling Rs. Fled After Stealing 45 Thousand Items

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરોનો તરખાટ:મહુધા માર્કેટ યાર્ડમાં કરીયાણાંની દુકાનના તાળા તૂટ્યાં, તસ્કરો કુલ રૂ. 45 હજારના મુદ્દામાલની ચોરી કરી પલાયન

નડિયાદ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તસ્કરોએ અનાજના કટ્ટા સહિત ચણા-તુવેરની દાળના કટ્ટા, બાસમતી ચોખાના કટ્ટા સહિત LCD મળીને કુલ રૂપિયા 45 હજાર 500ના મુદ્દામાલની ચોરી કરી
 • પોલીસે દુકાનના માલિકની ફરિયાદના આધારે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

સમગ્ર ખેડા જિલ્લામાં ચોરીના બનાવો વધ્યા છે. ત્યારે આજે વધુ એક ચોરીનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. તસ્કરોએ મહુધા માર્કેટ યાર્ડમાં આવેલી એક કરીયાણાંની દુકાનને પોતાનો નિશાન બનાવીને ચોરી કરી હતી. દુકાનમાંથી ચોરોએ અનાજના કટ્ટા સહિત અન્ય વસ્તુઓ મળીને કુલ રૂપિયા 45 હજાર 500ના મુદ્દામાલની ચોરી કરીને ત્યાંથી નાસી ગયા હતા. જેના આધારે દુકાનના માલિકે મહુધા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી દીધી છે.

તસ્કરોએ દુકાનમાં પ્રવેશીને અનાજની બોરીઓ સહિતની વસ્તુઓ ચોરી કરી
તસ્કરોએ દુકાનમાં પ્રવેશીને અનાજની બોરીઓ સહિતની વસ્તુઓ ચોરી કરી

કુલ રૂપિયા 45 હજારનો મુદ્દામાલ ચોરી
ગઇકાલે રાત્રે મહુધા APMC માર્કેટ યાર્ડમાં આવેલી દુકાન નં. 56, 57માં તસ્કરો દ્વારા ચોરી થાવાની ઘટના પ્રકાશમાં આવી છે. તેમણે રાત્રીના અંધકારનો ફાયદો ઉઠાવીને દુકાનના શટરના તાળા તોડ્યા હતા. ત્યાર પછી તેમણે દુકાનમાં પ્રવેશીને અનાજની બોરીઓ સહિતની વસ્તુઓ ચોરી કરી હતી. જેમાં તસ્કરોએ ચણા-તુવેરની દાળના કટ્ટા, બાસમતી ચોખાના કટ્ટા સહિત LCD મળીને કુલ રૂપિયા 45 હજાર 500ના મુદ્દામાલની ચોરી કરીને ત્યાંથી પલાયન થઈ ગયા હતા.

પોલીસે આગળ તપાસ આદરી
વહેલી સવારે જ્યારે આસપાસના લોકોએ દુકાનના તાળા તૂટેલા જોયા ત્યારે તેમણે દુકાનના માલિકને આ બનાવ અંગે જાણ કરી દીધી હતી. જેના પગલે દુકાનના માલિક તેજસ રાણા પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા અને તેમણે તાત્કાલિક આ બનાવ અંગે મહુધા પોલીસને જાણ કરી દીધી હતી. પોલીસે તેમની ફરિયાદના આધારે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો