તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:વિરપુરમાં લાવેરી નદીનો પુલ કચરો નાખવાનું હબ બન્યું

વિરપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિરપુર તાલુકાના લાવેરી નદીના બંને પુલ નિચે 2૦ ફુટ જેટલો કચરાનો ઢગલાઓ થઇ ગયા છે. - Divya Bhaskar
વિરપુર તાલુકાના લાવેરી નદીના બંને પુલ નિચે 2૦ ફુટ જેટલો કચરાનો ઢગલાઓ થઇ ગયા છે.
  • પુલને 15 વર્ષ થવા છતાં આજદિન સુધી સફાઈથી વંચિત

વિરપુર તાલુકાને ઓળખ આપતી પવિત્ર લાવેરી નદી ગંદકીથી ખદબદી રહ્યી છે ત્યાંરે તળાવમાં ઠેર ઠેર ગંદકીના થર અને બિનજરૂરી વનસ્પતિઓ ઉગી નિકળતા તળાવની સુંદરતા પર સવાલો ઉઠ્યા છે નદીઓને લોકમાતાની ઉપમા આપવામાં આવી છે પરંતુ 21મી સદીમાં લોકમાતાની હાલત કફોડી બની જવા પામી હોય તેવા ઘાટ જોવા મળી રહ્યા છે વિરપુરમાં આવેલ મહેમુદપુરા વિસ્તારમાં આવેલ લાવેરી પુલ અને માનવસેવા મંદિર પાસે આવેલ પુલ નીચેથી પસાર થતી લાવેરી નદીમાં જૈવિક કચરો અને ગટરના ગંદા પાણી ઠાલવવામાં આવતા હોવાથી ગંદકીનો પ્રશ્ન દિન પ્રતિદિન વધવા પામ્યો છે.

ત્યારે “ઠંડા પાણી મીઠા પાણી, લાવેરી તારા વહેતા પાણી”ની કહેવતનો સ્થાનિક તંત્રએ સાર્થક ના કરતા સ્થાનીક સીનીયર સીટીઝન લોકોમાં નારાજગી જોવા મળી હતી ઉપરાંત બંને પુલ પાસે ગંદકીના 20 ફુટ જેટલા થર જામી ગયા છેે અહીંયાથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને અંસહય દુર્ગંધના કારણે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે મહામારીના સમયે આવી ગંદકીની ‌‌‌‌‌‌‌‌‌સફાઈ ન થતા લોકના આરોગ્ય પર પણ જોખમ તોળાઈ રહ્યું છે. તળાવમાં ગંદકીના થર અને વનસ્પતિઓ ઉગી નિકળતા તળાવની સુંદરતા પર સવાલો ઉઠ્યા છે નદીઓને લોકમાતાની ઉપમા આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...