વિરોધ:પડતર પ્રશ્નો મુદ્દે ખેડામાં તલાટી કમ મંત્રીઓ દ્વારા રજૂઆત કરાઈ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માંગણી નહી સ્વીકારાય તો આંદોલનની ચીમકી

રાજ્યના તલાટી કમ મંત્રી મંડળ દ્વારા છેલ્લા ત્રણેક વર્ષથી રેવન્યુ તલાટીઓને પંચાયતના તલાટી મંત્રીમાં મર્જ કરવા, ઓનલાઇન હાજરી પૂરવાનો નિર્ણય રદ કરવો સહિતની 11 માંગણી લંબિત છે. જો આગામી સમયમાં માંગણીઓ સ્વીકારવામાં ન આવે તો તબક્કાવાર વિરોધ નોંધાવવાની ચિમકી ઉચ્ચારી છે.

માતર, ખેડા, વસો, નડિયાદ સહિતના તાલુકાઓમાં આજે જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા તાલુકા અને જિલ્લા કક્ષાએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, વર્ષ 2004-05માં ભરતી થયેલા તલાટી કમ મંત્રીઓની સળંગ નોકરી ગણવા, તેમજ તા.1 જાન્યુઆરી, 2016 બાદ મળવા પાત્ર પ્રથમ અને દ્વીતીય પગાર ધોરણ મંજૂર કરવા, તલાટી કમ મંત્રીને વિકાસ અધિકારી સહકાર અને આંકડામાં પ્રમોસન આપવા, રેવન્યુ તલાટીને પંચાયત તલાટી મંત્રીમાં મર્જ કરવા.

વર્ષ 2006માં ભરતી થયેલા તલાટી મંત્રીની સળંગ નોકરી ગણવા, તલાટી મંત્રીની ઓન લાઈન ફરજ પરની હાજરી પૂરવાનો નિર્ણય રદ કરવા, આંતર જિલ્લા ફેરબદલી,પંચાયત વિભાગ સિવાયની વધારાની કામગીરી તલાટી મંત્રીને નહી સોંપવા, તલાટી મંત્રીઓની ફરજ મોકુફી બાબત, તલાટી મંત્રીઓ પર ફરજ દરમિયાન થતા હુમલાઓ બાબત તેમજ તલાટી મંત્રીનું મહેકમ મંજુર કરીને એક ગામ એક તલાટીની નિમણુંક કરવા માંગણી કરી હતી. તાલુકા માં મામલતદારને આ અંગે આવેદનપત્ર આપી તલાટીઓ દ્વારા રજૂઆત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...