તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખેડા જિલ્લામાં દિવાળીના તહેવારોની ખરીદીની ભીડ બાદ હવે કોરોના સંક્રમણની ભીતિ વધી છે. તેમાંય છેલ્લા ત્રણ દિવસના આંકડા જોતા આ ડર હવે વાસ્તવિક બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તેમાંય નડિયાદ શહેરમાં શનિવારના રોજ એક જ દિવસમાં કુલ છ કેસ નોંધાયાં છે. આ ઉપરાંત જિલ્લામાં 11 કેસ નોંધાયાં છે. નડિયાદ શહેરના પવનચક્કી રોડ પર આવેલી પુનિત કોલોનીમાં રહેતા 42 વર્ષિય મહિલા, શારદા મંદિર રોડ પર આવેલી જયદુર્ગા સોસાયટીમાં રહેતા 20 વર્ષિય યુવક, ઘોડાપોળમાં રહેતા 71 વર્ષિય વૃદ્ધ, લખાવડમાં રહેતા 60 વર્ષિય વૃદ્ધ, ડીડીયુ બોયઝ હોસ્ટેલમાં રહેતા 19 વર્ષિય યુવકનો તેમજ એસઆરપી કેમ્પની સામે આવેલી નારાયણ પાર્ક સોસાયટીમાં રહેતા 25 વર્ષિય યુવતીનું કોરોના પોઝીટીવ આવ્યો છે.
આ ઉપરાંત મહિસામાં રહેતા 62 વર્ષિય વૃદ્ધા તેમજ થર્મલમાં 26 વર્ષિય યુવક અને 37 વર્ષિય યુવક કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યાં છે. કઠલાલમાં 62 વર્ષના વૃદ્ધ અને મહેમદાવાદના 25 વર્ષિય યુવકનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તમામને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં છે. જિલ્લાના કુલ 63 દર્દી સારવાર હેઠળ છે. ખેડા જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીનો કુલ આંક 1735 પર પહોંચી ગયો છે.આણંદ િજલ્લામાં શનિવારે પણ 9 પોઝિટીવ કેસ મળી આવતા કુલ આંક 1588 પર પહોંચ્યો છે. જેમાં હાલ 48 દર્દીઓ સારવાર હેઠળ છે જેમાંથી 5 દર્દી ઓક્સિજન પર છે. અત્યાર સુધી 1524 દર્દી સ્વસ્થ થયા છે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.