તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:સરકારી વેબ-સાઇટે ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ જ બદલી નાખ્યા

નડિયાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નયનાબેન પટેલના સ્થાને હેમલબેન આર.પટેલનું નામ

ખેડા જિલ્લા પંચાયતની સરકારી વેબ સાઇટ પર પ્રમુખ નું નામ અને ફોટો બદલાઇ સવાર થી આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તાજેતરમાં નવા જિલ્લા વિકાસ અધિકારી આવ્યા બાદ વેબ-સાઇટ અપડેટ થઇ છે. જોકે નવી અપડેટ ની સાથે સાથે પ્રમુખ પણ અપડેટ થઇ જતા જિલ્લાના રાજકીય વર્તુળોમાં સમગ્ર દિવસ ચર્ચા ચાલી હતી.

ખેડા જિલ્લા વિકાસ અધિકારી ડિ.એસ.ગઢવીની બદલી થયા બાદ નવા જિલ્લા વિકાસ અધિકારી તરીકે કે.એલ.બચાની ની નિમણુંક થઇ છે. નવા અધિકારી આવતા જિલ્લા પંચાયતની વેબ સાઇટ અપડેટ કરવામાં આવી છે. પરંતુ અપડેટ કરતી સંસ્થા દ્વારા અધિકારીની વિગતો બદલવાની સાથે સાથે પદાધિકારીની વિગત માં પણ ગંભીર ભુલ કરી છે.

જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે હાલ નૈનાબેન વી. પટેલ હોદ્દો સંભાળી રહ્યા છે. તેમના સ્થાને વેબ સાઇટ માં હેમલબેન આર.પટેલ ને પ્રમુખ તરીકે દર્શાવવામાં આવ્યા છે. હેલમબેન પટેલ હાલ વસો તાલુકા પંચાયત ના પ્રમુખ છે. જેના પતિ રાજુભાઇ પટેલ વસો તાલુકા સંગઠન પ્રમુખ છે. ત્યારે જિલ્લા પંચાયતની વેબ સાઈટનું કામ સંભાળતી સંસ્થા દ્વારા કરવામાં આવેલી આ ભુલ સત્વરે સુધારવામાં આવે તે જરૂરી છે. આમ, તંત્ર દ્વારા વેબસાઇટ પર એકવાર નામ ચઢાયા બાદ તેઓને નામ ઉતારવાનો પણ સમય હોતો નથી.

અન્ય સમાચારો પણ છે...