તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:ખેડા જિલ્લાની સરકારી વેબસાઇટ પર હજી પણ અપડેટ કરવાનું બાકી

નડિયાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અધિક્ષક બદલાયાને બે વર્ષનો સમય વિતી ગયો છતાં સાઇટ અપડેટ કરાઇ નથી

સરકારી અધિકારીઓને બદલાયાના વર્ષો બાદ પણ સરકારી વેબસાઇટ અપડેટ કરવામાં આવતી નથી. જેના અનેક નમૂના જોવા મળે છે. આવી જ GAD ટેલિફોન ડિક્શનરીમાં પણ અધિકારીઓના નામ અપડેટ કરવામાં આવ્યું ન હોવાનું જોવા મળી રહ્યું છે. હજીપણ આ સાઇટ પર ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે મનિન્દરસિંહ પવારનું જ નામ દર્શાવવામાં આવી રહ્યું છે.

રાજ્યભરના જિલ્લા પોલીસ અધિક્ષકના નામ સાથેનું પત્રક સરકારી વેબસાઇટ ઉપર હોય છે. જોકે, આ વેબસાઇટ સમયાંતરે અપડેટ કરવામાં આવતી નથી. જેને લઇને ક્યારેક કોઇ આવી વેબસાઇટની મદદ લે તો તેમને યોગ્ય અને સાચી માહિતી મળી શકતી નથી. આવી જ સ્થિતી સરકારના જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા તેમની વેબસાઇટ ઉપર જૂની જ માહિતી દર્શાવવામાં આવી રહી છે. ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે હાલમાં દિવ્ય મિશ્ર છેલ્લા બે વર્ષથી ફરજ બજાવી રહ્યા છે. જોકે, વિભાગની વેબસાઇટ ઉપર હજીપણ ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે મનિન્દરસિંહ પવારનું નામ જ દર્શાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત કલેક્ટર તરીકે હજી પણ ડો. કુલદીપ આર્યનું નામ જ દર્શાવવામાં આવી રહ્યું છે, જ્યારે કે વર્તમાન કલેક્ટર આઇ.કે.પટેલ છે.

અધિકારીનું નામ–નંબર જાણવા માટે વેબસાઇટને એક્સેસ કરતાં સામાન્ય લોકોને યોગ્ય માહિતી મળી નથી રહી. સરકાર દ્વારા ઇ – માધ્યમના ઉપયોગને પ્રાધ્યાન્ય આપવામાં આવી રહ્યું છે, ત્યારે તેમની જ વેબસાઇટ અપડેટ કરવામાં તંત્ર ઉણું ઉતર્યું છે. એમ.એલ.એ. ના નામ પણ અપડેટ નથી થયા. વેબસાઇટ મુજબ હાલ ખેડા જિલ્લાના મહેમદાવાદના ધારાસભ્ય ગૌતમભાઇ ચૌહાણ, ઠાસરામાં રામસિંહ પરમાર, કપડવંજમાં શંકરસિંહ વાઘેલા, મહુધામાં ઠાકોર નટવરસિંહનું નામ દર્શાવવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો