તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોને ધરમના ધક્કા:સરકાર કહે છે વેક્સિન જ ઈલાજ છે, પણ બુધવારે રસીકરણ જ બંધ રહ્યું

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ખેડા જિલ્લામાં વેક્સિનેશન પર બ્રેક લાગતા લોકો રોષે ભરાયા

ખેડા જિલ્લામાં વેક્સીનેશન પર આજે રાજ્ય કક્ષાએથી રસીનો જથ્થો નહીં આવતા સમગ્ર જિલ્લામાં આજે રસીકરણમાં રજા રહી હતી. મોટાપાયે રસીકરણનો પ્રચાર કર્યા બાદ એકાએક આ કાર્યક્રમ બંધ કરવાની ફરજ પડતા લોકોને ધરમના ધક્કા ખાવા રોષ ફેલાયો હતો.

નડિયાદમાં 13 સેન્ટરો પર 12 મેના રોજ વેક્શીનેશનની પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ધાર કરી પ્રશાસન અને ચૂંટાયેલી પાંખ દ્વારા તેનો ભરપૂર પ્રચાર કરાયો હતો. વેક્સીનનો બીજો ડોઝ આપવા માટે ઉભી કરાયેલી આજની વ્યવસ્થા માટે પ્રશાસન, સત્તાધારી કાઉન્સિલરો અને વિરોધ પક્ષે 2 દિવસ સુધી સોશિયલ મીડિયામાં પ્રચાર કર્યો હતો.

ગઈ કાલે રાત્રે રાજ્ય સરકારમાંથી આવતો વેક્સીનનો જથ્થો ખેડા જિલ્લામાં ફળવાયો જ નથી તેની જાણ થતા કાઉન્સિલરોએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરવી પડી હતી કે, રસીકરણનો કાર્યક્રમ બંધ રહ્યો છે. પ્રશાસનની નબળી કામગીરી મુદ્દે લોકોમાં નારાજગી જોવા મળી હતી. લોકોની નારાજગીનો ભોગ આરોગ્ય વિભાગના કર્મચારીઓ બની રહ્યા હતા.

બીજો ડોઝ લેવા માટે 3 દિવસથી ધક્કા ચાલુ છે પરંતુ રસી મળી નથી
નડિયાદ કિશન સમોસાના ખાંચામાં રહેતા હર્ષદભાઈ જોષી નડિયાદ અર્બન હેલ્થ સેન્ટર પર રસીનો બીજો ડોઝ લેવા માટે આવ્યા હતા. પરંતુ રસીનો જથ્થો ઉપ્લબ્ધ ન હોવાથી તેમને ધક્કો પડ્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે, છેલ્લા 3 દિવસથી સતત તેઓ ધક્કા ખાઈ રહ્યા છે. પરંતુ રસી મળી નથી. મોટી જાહેરાતો કર્યા બાદ સ્થળ પર તો પ્રશાસનની કોઈ તૈયારી જ નથી દેખાતી. પ્રશાસન પહેલા પૂરતી તૈયારી કરે ત્યારબાદ જ લાગુ કરે તો લોકોને મુશ્કેલી ન પડે.

અન્ય સમાચારો પણ છે...