શોધખોળ:કોલેજ રોડ કેનાલમાં ખાબકેલ યુવતીની ભાળ બીજા દિવસે પણ ન મળી

નડિયાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

નડિયાદ શહેરના કોલેજ રોડ પરથી પસાર થતી કેનાલમાં રવિવારના રોજ યુવક-યુવતી પડ્યાં ની ઘટનાને પગલે ફાયર બ્રિગેડ દોડતું થઈ ગયું હતું. રવિવારે સમગ્ર દિવસ દરમિયાન શોધખોળ કરવા છતાં કોઈના સધળ મળ્યા ન હતા. જે ઘટનાને 24 કલાક વિત્યા બાદ પણ કેનાલમાંથી કોઈની લાસ મળી નથી, કે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ નથી.

શહેરના કોલેજ રોડ પાસેથી પસાર થતી કેનાલમાં રવિવારે સવારે યુવક અને યુવતી ઝઘડો કરતા કરતા પડ્યા હોવાના સમાચાર મળતા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી હતી. દરમિયાન યુવક તો કેનાલમાંથી બહાર નીકળી ગયો હતો, પરંતુ યુવતી ધસમસતા પાણીમાં તણાઈ જતા દિવસ દરમિયાન તેની શોધખોળ હાથ ધરાઇ હતી. જોકે દિવસના અંતે નડિયાદ ફાયર બ્રિગેડને કઈ મળ્યું ન હતું. ઘટનાને આજે 24 કલાક ઉપરાંત નો સમય વિતીગયો છે, પરંતુ પોલીસ મથકે પણ કોઈ જાણવા જોગ નોંધ થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...