તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ખેડામાં વિકલાંગ ક્વોટામાં નોકરી મેળવનારા શિક્ષકોનું ભવિ નક્કી થશે

નડિયાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિકલાંગના બોગસ પ્રમાણપત્રો રજુ કર્યાં હોવાના આક્ષેપની તપાસ ચાલુ છે

ખેડા જિલ્લામાં દસકા અગાઉ થયેલી શિક્ષકોની ભરતીમાં વિકલાંગ ક્વોટામાં કેટલાક શિક્ષકોએ બોગસ પ્રમામપત્રો રજુ કરી નોકરી મેળવી હોવાની ચાલી રહેલી તપાસમાં દસ જેટલા શિક્ષકને સોમવારના રોજ મેડિકલ બોર્ડનું તેડું આવ્યું છે. આ મેડિકલ બોર્ડની તપાસમાં આ શિક્ષકો ખરેખર વિકલાંગ છે કે કેમ ? તે અંગે તપાસ કરવામાં આવશે. બાદમાં કાયદેસરની કાર્યવાહી કરશે. આમ આ દસેય શિક્ષકનું ભવિષ્ય આગામી દિવસોમાં નક્કી થશે. ખેડા જિલ્લામાં 2009-10ના ગાળામાં વિદ્યાસહાયકની ભરતી કરવામાં આવી હતી. જેમાં દસ દિવ્યાંગ ઉમેદવારોએ બોગસ સર્ટીફિકેટ મેળવી નોકરી મેળવી હોવાનો આરોપ લાગ્યો છે. આ અંગે તપાસ ચાલી રહી છે. જે દરમિયાન આ દસેય શિક્ષકને વડોદરા એસએસજી હોસ્પિટલમાં મેડિકલ રિપોર્ટ માટે આદેશો છુટ્યાં છે.

આ રિપોર્ટ બાદ તેમને સોમવારના રોજ મેડિકલ બોર્ડમાં બોલાવવામાં આવ્યાં છે. આ બોર્ડ સમક્ષ હાજર થયા બાદ આ દસેય શિક્ષકનું ભવિષ્ય નક્કી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડા જિલ્લામાં શિક્ષકોની ભરતીના કૌભાંડના ઇશ્યુ વારંવાર ઉભા થઇ રહ્યાં છે. અગાઉ સ્પોર્ટ્સ ક્વોટામાં થયેલી ભરતીમાં પણ બોગસ સર્ટીફિકેટના આધારે ભરતી થઇ હોવાના આક્ષેપ થયાં હતાં. બાદમાં હવે વિકલાંગ સર્ટીફિકેટનું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. વડોદરા એસએસજી હોસ્પિટલ દ્વારા 2019માં શિક્ષકોના વિકલાંગ સર્ટીફિકેટની તપાસણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો