સ્વર્ણિમ વર્ષાભિનંદન:અબજોની કિંમતના સોના, હીરા અને માણેકથી સમૃદ્ધ વડતાલ ધામ મંદિરના સંપૂર્ણ ઐશ્વર્યની પ્રથમ તસવીર

વડતાલ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
શ્રી હરિકૃષ્ણ મહારાજ (સ્વામિનારાયણ), શ્રીકૃષ્ણ ભગવાન અને રાધાજીની તસવીર. - Divya Bhaskar
શ્રી હરિકૃષ્ણ મહારાજ (સ્વામિનારાયણ), શ્રીકૃષ્ણ ભગવાન અને રાધાજીની તસવીર.
  • નવા વર્ષ નિમિત્તે આપને કરાવી રહ્યું છે ભગવાનની સુવર્ણ છબિનાં દર્શન
  • મંદિરમાં એટલું સોનું અને ઝવેરાત છે કે તેની કિંમત ઝવેરીઓ પણ આંકી ન શકે...

ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલા વડતાલ ધામમાં સેંકડો વર્ષથી ભક્તોએ અખૂટ શ્રદ્ધારૂપે લક્ષ્મી ભગવાનના ચરણોમાં અર્પણ કરી છે. અહીં એટલું સોનું છે કે, મંદિરનાં શિખરો, વિશાળ ત્રણ મુખ્ય પ્રવેશ દ્વાર, ત્રણ બારસાખ અને ત્રણ સિંહાસન સુવર્ણનાં છે. ગાયકવાડ સરકારે ભગવાનને અર્પણ કરેલો હાર અમૂલ્ય છે. આ સિવાય ભગવાનને પહેરાવાયેલા મુગટ, છત્ર, રથ, પાલખી, વસ્ત્ર સહિત બધું સોનાનું છે. નવા વર્ષ નિમિત્તે ખાસ ‘દિવ્ય ભાસ્કર’ના વાચકો માટે મંદિરના ઐશ્વર્યની તસવીર ડૉ. સંત વલ્લભ સ્વામીઅે ઉપલબ્ધ કરાવી છે.

ગાયકવાડી હાર.
ગાયકવાડી હાર.

મોટા હીરા જડેલો ગાયકવાડી હાર ખાસ ભગવાનને પહેરાવવામાં આવ્યો છે
સ્વામિનારાયણ ભગવાન માટે ગાયકવાડ સરકારે સોનાનો ભવ્ય હાર અર્પણ કર્યો હતો, જેને ગાયકવાડી હાર કહેવાય છે. ખાસ વાત એ છે કે, આ હાર ભગવાનને સામાન્ય રીતે પહેરાવાતો નથી, પરંતુ ‘દિવ્ય ભાસ્કર’ના વાચકો માટે ખાસ આ હાર ભગવાનને પહેરાવવામાં આવ્યો છે.

કડલા અને છડી.
કડલા અને છડી.

પગના કડલા
મંદિરમાં કલકત્તી ડિઝાઇનમાં બનેલા કડલા છે. છત્ર, છડી અને ચામર, આ રાજોપચાર કહેવાય છે. ભગવાનની આ છડી પણ સોનાની છે અને તેના પર મોરની કલાકૃતિમાં કીમતી હીરા જડવામાં આવ્યા છે.

સોનાની બનેલી પાઘડી.
સોનાની બનેલી પાઘડી.

ભક્તોનો પ્રેમ એટલો કે રેશમના બદલે સોનાની બનેલી પાઘડી અર્પણ કરી છે
ભગવાનને રેશમની પાઘડી પહેરાવવાની પરંપરા છે, પણ ભક્તોએ હીરા અને માણેક જડેલી ભગવાનની પાઘડીના આકારની જ સોનાની વિશિષ્ટ પાઘડી મંદિરમાં અર્પણ કરી છે.

મયૂર મુકુટ
મયૂર મુકુટ

ભક્તિની ટોચ
ભગવાનના હીરાજડિત મુકુટનું વિશેષ મહત્ત્વ છે. નિજ મંદિરમાં ભક્તોની જ્યારે ભીડ જામે ત્યારે જો માત્ર આ મુકુટનાં દર્શન થઈ જાય તો પણ ભક્તો પૂનમવ્રત ફળ્યું હોવાનું માને છે.

મુકુટ મૂકવા અલમારીઓ ઓછી પડે છે.
મુકુટ મૂકવા અલમારીઓ ઓછી પડે છે.

વેઢ
‘હરિને દસે આંગળીએ વેઢ’ એવું કીર્તનમાં કહેવાય છે. વાસ્તવમાં ભગવાનની મૂર્તિની અભય મુદ્રા હીરાજડિત દસેય વેઢથી શોભે છે. સ્વામિનારાયણ ભગવાનની હયાતીમાં બનાવાયેલા આ વેઢને તૈયાર કરવામાં 20થી 25 દિવસ લાગ્યા હતા.

‘હરિને દસે આંગળીએ વેઢ’
‘હરિને દસે આંગળીએ વેઢ’

100થી વધુ વર્ષ જૂના હાથી
સોના-ચાંદીના હાથી 100 વર્ષથી પણ વધુ જૂના છે. પ્રથમ કાષ્ઠ પર કોતરણી કરાય છે અને ત્યાર બાદ ચાંદીને ટીપી ટીપીને પતરાં બનાવાય છે અને તે પતરાંથી કાષ્ઠના હાથી મઢવામાં આવે છે. મંદિરમાં આવા 10થી વધુ હાથી છે.

100થી વધુ વર્ષ જૂના હાથી.
100થી વધુ વર્ષ જૂના હાથી.
અન્ય સમાચારો પણ છે...