તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરૂણાંતિકા:પુત્ર માટે મોબાઇલ લેવા જતાં પિતાનું ડમ્પરની અડફેટે મોત, ઓનલાઇન અભ્યાસ માટે મોબાઇલ લઇ પરત આવતા હતા

નડિયાદ24 દિવસ પહેલા
 • કૉપી લિંક

મહેમદાવાદની ખાત્રજ ચોકડીથી પૂરપાટ ઝડપે જઇ રહેલા ડમ્પરના ચાલકે બાઇકને ટક્કર મારી, પાડી દઇ, તેના પગ ઉપર ટાયરના તોતિંગ વાયર ફરી વળતાં આધેડનું ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યું હતું.

અરેરીમાં રહેતા ભૂપતભાઇ ઠાકોર તેમના પુત્રને ઓનલાઇન અભ્યાસ માટે મોબાઇલ લેવા માટે, તેમના જમાઇ પાસેથી મોબાઇલ લીધો હતો અને તેઓ અરેરી પરત આવવા નીકળ્યા હતા. તેઓ ખાત્રજ ચોકડી પાસેથી પસાર થઇ રહ્યા હતા તે સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરના ચાલકે રાજેશભાઇની બાઇકને અડફેટે લેતાં રાજેશભાઇ અને તેમના કાકા ભૂપતભાઇ માર્ગ પર પટકાયા હતા. હજી કોઇ કાંઇ સમજે તે પહેલાં જ ડમ્પરના તોતિંગ ટાયર ભૂપતભાઇના પગ પર ફરી વળ્યા હતા અને તેમને માથાના માગે પણ ઇજા થઇ હતી. તુરંત જ રાજેશભાઇએ ડમ્પર નીચે ફસાયેલા ભૂપતભાઇને ખેંચીને બહાર કાઢ્યા હતા અને તેમને સારવાર અર્થે ખસેડ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. આ મામલે રાજેશભાઇ ઠાકોરની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો