તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:મહેમદાવાદમાં પરિવાર કૌટુંબિક કાકાની અંતિમવિધીમાં ગયો અને તસ્કરોએ મકાનમાં હાથફેરો કરી ગયા

નડિયાદ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તિજોરીમાં મુકેલા સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ સાથે 96 હજાર 500ના મુદ્દામાલની ચોરી
 • મહેમદાવાદ પોલીસે ફરિયાદના તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા

મહેમદાવાદમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવ્યું છે. પરીવાર મરણોત્તર વિધિમાં પોતાના ગામડે ગયો અને તસ્કરોએ મકાનમાં ચોરી કરી છે. તસ્કરોએ બંધ મકાનનો દરવાજાનો નકુચો તોડી ઘરમાંથી કુલ રૂપિયા 96 હજાર 500ના મુદ્દામાલની ચોરી કરી છે. આ અંગે મહેમદાવાદ પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

મહેમદાવાદ આસ્થા સોસાયટીની બાજુમાં આવેલી હર્ષિધાપાર્ક સોસાયટીના મકાન નં. 26માં ગત 30મીની સવારથી બીજા દિવસની રાત સુધીના કોઈપણ સમયે તસ્કરોએ મકાનમાં હાથ ફેરો કર્યો છે. આ મકાનના માલિક વિષ્ણુ મકવાણા પરિવાર સાથે પોતાના કૌટુંબિક કાકાની અંતિમવિધીમાં પોતાના ગામડે ગયા હતા. જે દરમિયાન કોઈ તસ્કરોએ આ બંધ મકાનને નિશાન બનાવ્યું હતુમ.

તસ્કરોએ આ મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ બેડરૂમમાં મુકેલ તીજોરીનું લોક તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 96 હજાર 500ના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ ગયા છે. ગત 31મી માર્ચના રોજ રાત્રે 9 વાગ્યની આસપાસ વિષ્ણુ ગામડેથી પોતાના પરિવાર સાથે મહેમદાવાદ પોતાના ઘરે આવતાં ઘરના મુખ્ય દરવાજાનો લોક તૂટેલી હાલતમાં જોઈ ચોકી ઉઠ્યાં હતા. જે બાદ ઘરમાં તપાસ આદરતાં ચોરી થઈ હોવાનું માલુમ પડયું હતું. આથી આ અંગે ગત રોજ વિષ્ણુ મકવાણાએ મહેમદાવાદ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો