કઠલાલ પિઠાઈ લાલજી નગરમાં રહેતા જોરૂભાઇ ભરવાડ પશુપાલનનો વ્યવસાય કરી તેમનું ગુજરાન ચલાવે છે. તેમના ચારેય ભાઇઓના સોના-ચાંદીના દાગીના મિત્ર રાયસંગભાઇના ઘરે સાચવવા મૂકતા હતા. પરંતુ રાયસંગભાઇ મરણ જતા તેમના દીકરાએ દાગીના લઇ જવા જણાવ્યું હતું. જેથી તેઓ ભાઇઓના દાગીના લઇ પોતપોતાના ઘરે રાખ્યા હતા. રવિવારે સવારે તેઓ જાગ્યા તે સમયે ઘરમાં મુકેલ પતરાના પીપળા ખુલ્લા હતા.
જેથી તપાસ કરતા તેમ મૂકેલા સોના-ચાંદીના દાગીના દાગીના અને રોકડ રૂપિયા હતા નહી, આ બાદ તેમને તેમના ભાઈ વાઘજીભાઈના ઘરે તપાસ કરતાં તેમના ઘરેથી પણ ચાંદીની લકી આશરે 100 ગ્રામની ચોરી થઇ હતી. તેમજ રધુભાઈના ઘરેથી તિજોરીમાં મૂકેલ સોનાનો પાટી પારો એક તોલાની પણ ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યુ હતુ.
આ બનાવમાં તપાસ કરતા સોનાના દાગીના કી. રૂ. 1, લાખ 35 હજાર, ચાંદીના દાગીના કિ. રૂ. 15 હજાર, રોકડ રૂ. 22 હજાર, મોબાઇલ ફોન કિ. રૂ. 5 હજાર મળી કુલ રૂ.1 લાખ 77 હજારના મુદ્દામાલની ચોરી થઇ હતી. આ બનાવ અંગે જોરૂભાઇ ગગજીભાઇ ભરવાડ કઠલાલ પોલીસ મથકે અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.