ખેડાના વિઠ્ઠલપુરામાં મકાન માલિક ઘરમાં સૂઈ રહ્યા હોવા છતાં પણ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અજામ આપ્યો હતો. સવારે ભેંસ દોહવા માટે માલિક ઉઠ્યા ત્યારે સમગ્ર બનાવની જાણ થઈ હતી. જેને પગલે તેમણે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. ખેડાના વિઠ્ઠલપૂરામાં રહેતા રામાભાઇ ગોહેલ કંપનીમાં ઓપરેટર તરીકે નોકરી કરી તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે. તા.3 મે ના રોજ નિત્યક્રમ મુજબ નોકરી પૂર્ણ કરી રાતે ઘરે આવ્યા હતા. પરિવારના સભ્યો જમી પરવારીને ઘરની રવેસીમાં ઘરના બારણાને તાળુ મારી સૂતા હતા.
બુધવારના રોજ વહેલી સવારે ભેંસ દોવા જાગતા ઘરના બારણાને મારેલ તાળુ ખૂલ્લુ હતું. જેથી ઘરમાં જઈ તપાસ કરતા તિજોરી ખુલ્લી હતી અને તેમા મૂકેલ કપડા વેરવિખેર પડયા હોવાથી ચોરી થઈ હોવાનું માલુમ પડતા તપાસ કરી હતી. તપાસ કરતા અન્ય દરદાગીના તેમજ ચાંદીની લકી કિ.રૂ 12 હજાર, રોકડ રૂ.30 હજારની ચોરી થઈ હતી. આ બનાવ અંગે રામાભાઇ રમણભાઇ ગોહેલે ખેડા પોલીસ મથકે અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે ખેડા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.