તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:છીપીયાલ ગામે પરિવાર સૂઈ ગયું અને ચોર 1.86 લાખ લઈ છૂમંતર

નડિયાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાત્રીના લગ્ન પ્રસંગે ડીજે વાગતું હોય તસ્કરો કળા કરી ગયા

કઠલાલના છીપીયાલના વાડીની મુવાડી મુકામે રહેતા સતિષકુમાર પ્રહલાદસિંહ ડાભી પોતાના પત્નિ ગત રોજ સાડા નવ વાગ્યાના અરસામાં ઘરની સામે તબેલામાં સુવા માટે ગયા હતા. તેમનો ભાઈ કુંદનસિંહ બોરવેલના કામથી શીરાની મુવાડી ગયો હતો, જ્યારે ઘરમાં નીચે ઓસળીમાં તેમના માતા અને કુંદનસિંહની પત્નિ સુઈ રહ્યા હતા.

આ સમયે નજીકમાં લગ્ન પ્રસંગ હોવાથી ડી. જે. વાગી રહ્યુ હતુ. રાત્રે એકાદ વાગ્યાના અરસામાં સતિષકુમારની પત્નિ ઘરે મોબાઈલનું ચાર્જર લેવા જતા ઘરે બીજા માળે દરવાજાનું તાળુ તૂટેલુ અને અંદરનો સામાન વેર-વિખેર જોઈ પરિવારજનોને જાણ કરી હતી.

જેથી સતિષકુમારે બીજે મા‌ળ પહોંચી તપાસ કરતા પતરાના પીપમાં મૂકેલા 1.72 લાખ રૂપિયા અને તેમના દિકરાએ પતરાના ગલ્લામાં મૂકેલા 14,000 રૂપિયા હાજર ન હતા. જેથી આ પૈસાની ચોરી થઈ હોવાનું જણાયુ હતુ. આ મુદ્દે સતિષકુમારે કઠલાલ મથકે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમને અજાણ્યા ચોર ઈસમો સામે ફરિયાદ નોંધાવવાની સાથે શકમંદ તરીકે ફળિયામાં રહેતા પ્રવિણભાઈ ગણપતભાઈ ડાભી અને જગદીશકુમાર અભેસિંહ ડાભી અગાઉ નાની-મોટી ચોરી કરતા હોવાથી તેમની પર શંકા હોવાનું જણાવ્યુ છે. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...