તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:કપડવંજના તોરણાનો બનાવટી પોલીસનો સાગરીત ઝડપાયો

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંને શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ

કપડવંજના તોરણામાં રહેતા મયુદ્દીન ગુલામહુસેન બેલિસ્મ પોતાની રીક્ષા લઇને કપડવંજ તરફ જઇ રહ્યા હતા ત્યારે તોરણા ગામ પાસે બાઇક ઉપર આવેલા બે શખ્સોએ પોતાની પોલીસ તરીકેની ઓળખ આપીને માસ્ક ન પહેર્યું હોવાથી દંડની રકમ ભરવાની વાત કરી હતી.

જોકે, મયુદ્દીનભાઇને શંકા જતાં તેઓએ બંને શખ્સોને ક્યા પોલીસ મથકમાં ફરજ બજાવો છો તેમ પૂછતાં, પકડાઇ જવાની બીકે પપ્પુ જાદવ (રહે.સીંગરવા) નામનો શખ્સ બાઇક લઇને ત્યાંથી ફરાર થઇ ગયો હતો, જ્યારે મનુ સોલંકીને મયુદ્દીનભાઇએ લોકોની મદદથી ઝડપી પોલીસને હવાલે કર્યો હતો. તપાસમાં કપડવંજ રૂરલ પોલીસની ટીમે પપ્યુ યાદવને ઝડપી પાડ્યો હતો. હાલમાં બંનેની તપાસ કરવામાં આવી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો