તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:નડિયાદના સાવલીયા પમ્પીંગ સ્ટેશન પાસેના તળાવનું અસ્તિત્વ જોખમમાં

નડિયાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં ઘટી રહેલા તળાવનો કારણે વરસાદી પાણીની સમસ્યા વકરી

નડિયાદના વોર્ડ નં.10માં આવેલા સાવલીયા પમ્પીંગ સ્ટેશન પાસેના તળાવનું દિવસે દિવસે અસ્તિત્વ જોખમમાં મુકાઇ રહ્યું છે. નડિયાદ શહેરના તળાવોના રક્ષણ કરવામાં પાલિકા તંત્ર સદંતર નિષ્ફળ નિવડ્યું છે. શહેરના એક પછી એક તળાવો પોતાનું અસ્તિત્વ ખોઇ રહ્યાં છે. તેમાં હવે સાવલીયા પમ્પીંગ સ્ટેશન પાસે આવેલું તળાવ ટુંક સમયમાં ભુતકાળ બની જાય તેવી ભીતિ આસપાસના લોકો સેવી રહ્યાં છે.

આ તળાવમાં દિવસે દિવસે ઢગલા મોઢે કચરો નાંખવામાં આવી રહ્યો છે. તળાવની કોઇ સફાઇ થતી નથી. કુંભવેલ અને જંગલી વનસ્પતિ સતત ફેલાઇ રહી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, ચૂંટણી પહેલા સોસાયટીમાં નવા આરસીસી રસ્તા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન નીકળતો કાટમાળ પણ આ જ તળાવમાં નાંખવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટરો પોતાનો મલવો શહેર દુર નાંખવાના બદલે તળાવોમાં નાંખી રહ્યા છે. જેની પાછળ પણ કાઉન્સીલરોનું પ્રોત્સાહન હોય તેવો સુર પ્રજામાં ઉઠ્યો છે.

અન્ય સમાચારો પણ છે...