તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તૈયારીઓ:નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં હોળી પર્વની તડામાર તૈયારીઓ

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના વચ્ચે હોળી પર્વની ઉજવણી કરાશે
  • તંત્ર દ્વારા માત્ર હોળી દહનની જ છુટ અપાઈ

હોળી પર્વને આડે હવે એકાદ દિવસ બાકી છે. ત્યારે નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં તેની તૈયારીઓનો આખરી ઓપ અપાઈ રહ્યો છે. કોરોના વચ્ચે આ તહેવારની ઉજવણી થશે જેમાં માત્ર હોળી દહનની જ છુટ અપાઈ છે. ત્યારે આયોજકો તેની તૈયારી પાછળ લાગ્યા છે.

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં રવિવારે હોળી પર્વની ઉજવણી કરવામાં આવશે છે. સંધ્યાકાળના સમયે શહેર તથા ગામ તળના વિસ્તારોમાં હોળીનું પૂજન થશે અને તે બાદ હોળી પ્રગટાવવામાં આવશે. ત્યારે આયોજકો તેની તડામાર તૈયારીઓનો આખરી ઓપ આપી રહ્યા છે.

ગલીએ ગલીએ હોળી પ્રગટાવવા માટે લાકડાની થપ્પીઓ ગોઠવાઈ ચૂકી છે. હોળીના દિવસે આ થપ્પીઓની યોગ્ય ગોઠવણી કરી હોળીમાં રૂપાંતર કરાશે. ચાલુ વર્ષે કોરોનાનું વિધ્ન હોવાથી અમુક સોસાયટીમાં હોળી પ્રગટાવવાનું સ્વેચ્છાએ મુલત્વી રખાયું છે.

એક બાજુ નડિયાદ શહેરમાં કોરોના વકર્યો છે ત્યારે જો તંત્ર પુરતું ધ્યાન નહી આપે તો આ તહેવાર બાદ કેસની સંખ્યામાં ચાર ગણો વધારો થશે. તેવુ જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે. સમગ્ર જિલ્લાના તાલુકા મથકો અને ગામ તળ વિસ્તારમાં ગલી, નાકા, નુક્કડ પર હોળી પર્વની ઉજવણી થશે જેના કારણે ભારે ભીડ એકત્ર થતાં સંક્રમણ વધવાની ભીતિ સેવાઈ રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો