ક્રાઇમ:વાલજીના મુવાડામાં જમીનના ઝઘડામાં મોટાભાઈએ નાનાભાઈની હત્યા કરી

નડિયાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જમીન ગીરવે કેમ મુકી છે તેમ કહી નાના ભાઈને મોતને ઘાટ ઉતાર્યો

વિરપુર તાલુકાના ખરોલીના વાલજીના મુવાડા (પાંટા) તાબે અમરતભાઈ પગી અને નરેશભાઈ પગી એમ બે સગા ભાઈઓના જોડે મકાન આવેલા છે. નરેશભાઈ પગીએ પોતાના નજીકના કુંટુબી કાકાના દિકરા કલ્પેશ રત્નાભાઈ પગી પાસે જમીન પર પૈસા લીધા હતા, તેમજ બંને સગાભાઈની પત્નિઓ વચ્ચે આંતરિક ઝઘડા ચાલતા હતા. આ બાબતે આજે અમરતભાઈ અને નરેશભાઈ વચ્ચે બોલાચાલી બાદ ઝપાઝપી થતાં તેમના માતા દિવાબેન અને પત્નિઓ તેમને છોડાવી રહી હતી. આ સમયે નજીકમાં રહેતા કુંટુબીભાઈ કલ્પેશ પણ ત્યાં આવી પહોંચ્યો હતો. દરમિયાન અમરતે આવેશમાં આવી જઈ પોતાના જ નાનાભાઈ નરેશ પર લાકડીથી માથાના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો. લાકડીની ઝાપોટ વાગતા જ નરેશ નજીકમાં પાણીના હોજમાં પડી ગયો ગયો હતો. જ્યાં બેભાન થઈ જતા કલ્પેશ અને નજીકમાંથી દોડી આવેલા અન્ય લોકોએ નરેશને બહાર કાઢી લુણાવાડા ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ત્યારબાદ બાયડમાં સરકારી હોસ્પિટલ ખસેડતા ડોક્ટરે નરેશને મૃત જાહેર કર્યો હતો. આ દરમિયાન અમરત ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઘરની નાની બાબતોને મોટુ સ્વરૂપ આપી અમરતે પોતાના જ નાનાભાઈ નરેશને માતા દિવાબેન અને નરેશની પત્નિ મનિષાબેનની સામે મોતને ઘાટ ઉતારી દેતા ભાઈ સામે ફિટકાર વરસી છે.

અન્ય સમાચારો પણ છે...