દુર્ઘટના:કઠલાલના રઈજીપુરા પાસે ટ્રેક્ટરમાં પિયાગો ઘુસી જતા ચાલક ઈજાગ્રસ્ત

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બગડોલનો એક યુવક બલોલ ગામે સબંધી સરપંચ પદના દાવેદાર હોવાથી ચૂંટણી કામમાં રોકાયા હતા. આજે ચૂંટણી કામ પૂર્ણ કરી પાછા નીકળી બગડોલ જતા સમયે અકસ્માતનો ભોગ બનતા ગંભીર રીતે ઘવાયા છે. પ્રાપ્ત વિગતો મુજબ રવિવારે મોડી સાંજે મૂળ મહુધાના ફિણાવના ટ્રેક્ટર ચાલક કઠલાલમાં માટી ખાલી કરી ફરીથી માટી ભરવા વડથલ તરફ નીકળ્યા હતા. આ સમયે રઈજીપુરા પાટીયા પાસેથી અચાનક વડથલ તરફના રસ્તે વળ્યા હતા. આ વખતે બલોલમાં ચૂંટણી કામે રોકાયેલા નરેન્દ્રસિંહ ડાભી પોતાનો પિયાગો લઈ બગડોલ તરફ જઈ રહ્યા હતા. તે સમયે અચાનક વડથલ તરફ ‌વળેલા ટ્રેક્ટરની ટ્રેલરમાં તેમની પિયાગો ઘુસી ગઈ હતી. જેથી પિયાગોનું કચ્ચરઘાણ વળી ગયુ હતુ અને પલટી વાગી ગઈ હતી. જેથી તેમા સવાર નરેન્દ્રસિંહ ડાભી ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બનતા જ લોકોના ટોળ‌ે ટોળા વળી ગયા હતા. જ્યાં નરેન્દ્રસિંહને બહાર કાઢી સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.

અન્ય સમાચારો પણ છે...