તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:મહેમદાવાદ નજીક કાર ચાલકે 5 થીવધુ બાઇકને અડફેટે લીધા

નડિયાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • માર્ગ પર દોડી આવેલા શ્વાનને બચાવવા જતાં અકસ્માત
 • 5ને ઇજા, તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

મહેમદાવાદ નજીક ખાત્રજ નજીક જીભઇપુરા પાસેથી પસાર થઇ રહેલી કારના ચાલકે કૂતરૂં આડું ઉતરતાં સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની સાઇડમાં ખેંચાઇ જતાં 5 બાઇક અડફેટમાં આવી ગયા હતા. અકસ્માતમાં 5 વ્યક્તિઓને ઇજા થઇ હતી. આ મામલે મહેમદાવાદ પોલીસે અકસ્માત સર્જનાર કારના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મહેમદાવાદ જીભઇપુરા નજીકથી પસાર થઇ રહેલા કાર ચાલકે રસ્તામાં કૂતરૂં આડું આવતાં, સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા, કાર રોડની સાઇડમાં ખેંચાઇ હતી. જેમાં 5 બાઇક કારની અડફેટે આવી જતાં 3 વ્યક્તિઓને ઇજા થઇ હતી. ઘટનાને પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ વાનને જાણ કરી હતી. કારના ચાલક ઉપરાંત બાઇક ચાલક પ્રકાશભાઇ પરમાર, કૌશિકભાઇ, જયેશભાઇ તથા હિતેશભાઇને ઇજા થતાં તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે હિતેશભાઇની ફરિયાદના આધારે મહેમદાવાદ પોલીસે અકસ્માત સર્જનાર કારના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો