તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:તબીબે દહેજ માગી પત્નીને કાઢી મુકી, નડિયાદની યુવતીના લગ્ન ભરૂચના તબીબ સાથે થયા હતા; મારી નાખવાની ધમકી આપી

નડિયાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક

નડિયાદના સિવિલ રોડ પરના નવકાર ફ્લેટમાં રહેતાં વિનયભાઇ હીરાલાલ શાહની પુત્રી નિશાબેનએ નડિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં તેના તબીબ પતિ આકાશ અજય શાહ, રેશમાબેન અજયકુમાર શાહ, અજય જયંતિલાલ શાહ, ખુશ્બુ પ્રફુલ શાહ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેણીના લગ્ન 2018ડો.આકાશ સાથે થયા હતા. તેણી કરિયાવર લઇ શરૂઆતમાં ભરૂચ સાસરીમાં રહેવા ગઇ હતી. ડોક્ટર પતિ અમરેલીની જીવનધારા હોસ્પિટલમાં નોકરી કરતાં હતા.

ત્યારબાદ તેઓ ભચાઉમાં નોકરી કર્યા બાદ વેરાવળમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા. જ્યાં તેણીના સાસુ અમરેલી, વેરાવળ રહેવા આવતાં અને મેણાટોણા મારી કરિયાવરમાં કંઇ લાવી નથી તેમ કહી ત્રાસ ગુજારતા અને તેની ખોટી ફરિયાદ ડોક્ટર પતિ આકાશને કરી કાનભંભેરણી કરતાં હતા. જેથી પતિ ડો.આકાશ અવારનવાર તેણી પર હાથ ઉપાડવાનો પ્રયત્ન કરતાં હતા. છતાં ફરિયાદી નિશાબેન સહન કરતાં હતા અને પતિ સાથે રહેતાં હતા. દરમિયાનમાં સીમંત ભરી તેણી પિયર નડિયાદ માતા-પિતા સાથે રહેવા આવી હતી. ત્યારે સાસુ રેશમાબેન તથા સસરા અજયકુમાર જયંતિલાલ શાહ ફોન કરીને તને દીકરો જ થવો જોઇએ તેમ કહી ફોનમાં ગમેતેમ બોલતાં હતા.

2019 માં પુત્ર શર્નવનો જન્મ થયો હતો. દરમિયાનમાં ગત 2020ના રોજ નિશાબેનને તેના પતિ ડો.આકાશ પિયર નડિયાદ મુકી ગયા હતા. ત્યારબાદ લોકડાઉન થઇ જતાં પતિ તેને તેડવા આવ્યા ન હતા અને ફોન કરી તું અને તારા માતા-પિતા મારા માટે મરી ગયા છે તેમ કહી બોલાચાલી કરી હેરાન કરતાં હતા. ત્યારબાદ તેણીનો ફોન બ્લોક કરી દીધો હતો. બાદમાં સમાધાન કરવા ભરૂચ ભેગા થયા હતા. પરંતુ સમાધાન થયું ન હતુ. સાસરીવાળાએ તું અહીંથી જતી રહે નહી તો જાનથી મારવાની ધમકી આપી હતી.

પરણિતાનું બે વખત કાઉન્સેલિંગ કરાયું
ડો.આકાશ શાહના પત્ની નિશાબેનએ તેના પતિ અને સાસરિયાના ત્રાસ તથા દહેજની માગણી મામલે મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. તેણીનું બે વખત કાઉન્સેલીંગ કરાયું હતુ. જેમાં તેણીને તેના પતિ તથા સાસરીવાળાએ તેડી જવાની ના પાડી હતી. તેથી નડિયાદ ફેમીલી કોર્ટમાં ભરણપોષણ માટે કેસ કર્યો હતો. જેથી તેના પતિએ મેસેજથી વેરાવળ કોર્ટમાં ખોટા કેસ કરી ફસાવી દેવાની ધમકી આપી હતી. જેમાં ગત તા.20/02/2021 ના રોજ કોર્ટમાં મુદતમાં પતિએ કોર્ટમાં તેણીને તથા તેના પિતાને મારવાની કોશિશ કરી હતી અને દીકરો ગમેતેમ કરીને લઇ જવા જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...