ખેડા કોરોના LIVE:જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો, આજે માત્ર 24 કેસ નોંધાયા

નડિયાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 132 પર પહોંચી
  • 103 સેશનમાં યોજાયેલા રસીકરણ અભિયાનમાં 1173 લોકોએ રસી મૂકાવી

ખેડા જિલ્લામાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં આજે કોરોનાના નવા 24 કેસો નોંધાયા છે. જે બાદ એક્ટિવ કેસોની સંખ્યા 132 પર પહોંચી છે.

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાના કેસોમા સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુરુવારે કોરોનાના વધુ 24 કેસો આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે. જેમાં નડિયાદમાંથી 6, મહેમદાવાદમાંથી 6, વસોમાથી 4, કઠલાલમાંથી 2, ઠાસરામાંથી 3, મહુધામાંથી 2 અને કપડવંજમાથી 1 મળી કુલ 24 કેસો નોંધાયા છે. જે બાદ એક્ટીવ કેસોની સંખ્યા 132 પર પહોંચી ચૂકી છે.

આજે વધુ 1667 લોકોના રીઝલ્ટ પેન્ડીંગમાં રખાયા છે. એક્ટિવ કેસોમાં 130 વ્યક્તિઓ હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે. તો વળી કોરોનાના 1 દર્દી નડિયાદ સિવિલમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તો વળી ખેડા સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં કોરોનાના 1 દર્દી સારવાર લઈ રહ્યા છે.

રસીકરણની વાત કરવામાં આવે તો આજે 103 સેશનમાં યોજાયેલા રસીકરણ અભિયાનમાં 1173 લોકોએ રસી મૂકાવી છે. સાથે સાથે 15થી 18 વર્ષનાં વય જૂથના રસીકરણમાં ગળતેશ્વર તાલુકામાં 5, કપડવંજ તાલુકામાં 10, કઠલાલ તાલુકામાં 3, ખેડા તાલુકામાં 4, મહુધા તાલુકામાં 12, માતર તાલુકામાં 9, મહેમદાવાદ તાલુકામાં 38, નડિયાદ તાલુકામાં 35, ઠાસરા તાલુકામાં 7 અને વસો તાલુકામાં 6 મળી આજે કુલ 129 લોકોનું રસીકરણ થયુ છે.

આ સાથે 60+ વયના કોમોર્બીડીટી ધરાવતા સીટીઝન 708, હેલ્થ કેર વર્કર 39 અને ફ્રન્ટ લાઇન વર્કર 434 મળી કુલ 1181 પ્રિકોશન ડોઝની ખેડા જિલ્લામાં સાંજના સાડા પાંચ વાગ્યા સુધી કામગીરી હાથ ધરવામાં આવી હોવાની માહિતી આરોગ્ય વિભાગે આપી છે.

અન્ય સમાચારો પણ છે...