તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃપાવર્ષા:જિલ્લામાં સિઝનનો 21.43 ટકા વરસાદ, રાજ્યમાં ત્રીજું સ્થાન

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
નડિયાદ શહેરમાં ચોમાસામાં સરેરાશ 8 ઈંચ જેટસો વરસાદ વરસતા ખેતા તળાવમાં નવા નિરની આવક થઈ છે. - Divya Bhaskar
નડિયાદ શહેરમાં ચોમાસામાં સરેરાશ 8 ઈંચ જેટસો વરસાદ વરસતા ખેતા તળાવમાં નવા નિરની આવક થઈ છે.

ખેડા જિલ્લામાં ચોમાસાની આ સિઝનમાં સરેરાશ 21.43 ટકા વરસાદ સાથે સર્વાધિક મેધમહેરમાં સમગ્ર રાજ્યમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે. આ સમયગાળા દરમ્યાન જિલ્લાના ખેડા તાલુકામાં સૌથી વધુ 39.35 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યના સરેરાશ 14.20 ટકા વરસાદ નોંધાયો છે. આણંદ જિલ્લો 25.26 ટકા સાથે પ્રથમ અને ભાવનગર જિલ્લો 25.32 ટકા સાથે દ્વિતિય ક્રમે છે. ત્યારબાદ ખેડા જિલ્લાનું સ્થાન છે. સમગ્ર ચોમાસાની મોસમ દરમ્યાન સરેરાશ 821 મીમી જેટલો વરસાદ નોંધાતો હોય છે. તેની સામે આ રૂતુમાં અત્યાર સુધીમાં સરેરાશ 176 મીમી જેટલું પાણી વરસી ચૂક્યું છે. આગામી બે દિવસ દરમ્યાન હળવા ભારે ઝાપટાં વરસવાની વકી છે.

જિલ્લામાં સિઝનનો કુલ 21.43 ટકા વરસાદ 3 ક્રમાંકે
તાલુકકુલવરસાદસિઝનનો વરસાદટકાવારી
નડિયાદ844 મીમી206મીમી24.41
ખેડા773મીમી304મીમી39.35
કપડવંજ935મીમી175મીમી18.72
કઠલાલ889મીમી125મીમી14.07
મહૂધા869મીમી148મીમી17.03
માતર771મીમી245મીમી31.79
ઠાસરા796મીમી024મીમી3.02
વસો803મીમી231મીમી28.77
ગલતેશ્વર809મીમી040મીમી4.94
મહેમદાવાદ730મીમી261મીમી35.76
સરેરાશ821 મીમી176 મીમી21.43
અન્ય સમાચારો પણ છે...