આપઘાતનો પ્રયાસ:નડિયાદમાં આર્થિક સંકડામણમાં આવેલા પરિવારની પુત્રીએ સેલ્ફોસના પાવડર વાળી રોટલી બનાવી પિતાને ખવડાવી પોતે પણ ખાઈ લીધી

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમયસર સારવાર મળી જતા બન્ને બચી ગયા, પરંતુ પુત્રી સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયો

નડિયાદમા એક પરિવારની દીકરીએ આર્થિક સંકડામણના કારણે પોતે અને પોતાના પિતાને સેલ્ફોસના પાવડરની મિશ્રીત લોટની રોટલી બનાવી ખાઈ લેતા ચકચાર મચી છે. જોકે, સમયસર સારવાર મળી જતા આ બંનેના જીવ બચી ગયા છે. આ બનાવ સંદર્ભે નડિયાદ ટાઉન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નડિયાદમાં કિડની હોસ્પિટલ પાછળ આવેલ નવકાર ફ્લેટના એ/304માં રહેતા 60 વર્ષિય પ્રકાશભાઇ જયંતિભાઇ ઉમરાણીયા પોતાના પરિવાર સાથે રહે છે તેમની બે પુત્રીઓ છે તેમજ એક પુત્ર પણ છે. પોતાની પત્ની સાથે મનમેળ ન થતા તેમણે વર્ષ 2015માં પત્ની સાથે છુટાછેડા લીધા હતા. જોકે, બાદમાં તેમની પત્ની પુત્રોની જવાબદારીના કારણે તેમની સાથે રહેવા આવી ગઈ હતી. એક દીકરી લગ્ન ગાંધીનગર નાના ચિલોડા ખાતે થયા હતા પરંતુ પતિ સાથે મન મેળ ન મળતા તે પણ છેલ્લા ચાર મહિનાથી નડિયાદ પિતા પાસે રહેવા આવી ગઈ હતી.

કામ ધંધો બરાબર ચાલતો ન હોય ઘરની પરિસ્થિતિ સારી ન હતી. આર્થિક સંકડામણને કારણે આ પરિવાર મુશ્કેલીમાં હતો. જેથી અર્ચનાબેન પ્રકાશભાઇએ રોજની આ મુશ્કેલીથી દૂર થવા માટે પોતાના પરિવાર સાથે જિંદગી ટૂંકાવી લેવાનું નક્કી કર્યું હતું. અને તેણે ગઈકાલે રોટલી બનાવવા માટે લોટ બાંધ્યો હતો અને લોટમાં સેલ્ફોસની ગોળી નાખી દીધી હતી અને લોટ તૈયાર કર્યો હતો.

બાદમાં આ ઝેરી લોટમાંથી રોટલી બનાવી હતી અને તેના પિતાને ખવડાવી હતી તેમજ તેણે પણ ખાઈ લીધા હતા, તેના કારણે બંનેની હાલત કફોડી બની હતી. કોઈ કામ અર્થે ઘરની બહાર ગયેલા એક દીકરી અને તેની પુત્રી ઘરે આવતા બંન્નેની આવી હાલત જોઈ તેમણે આ બાબતે પૂછતા ઝેરી દવા વાળુ લોટ ખાધુ હોવાનું જણાવતા તાત્કાલિક ધોરણે આ બંનેને નડિયાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

હાલમાં બંનેની હાલત નાજુક છે. આ બનાવ સંદર્ભે નડિયાદ પોલીસે એક દીકરીની ફરિયાદના આધારે પોતાના પિતા પ્રકાશભાઈનું જીવ જોખમમા મુકવા પોતાની બહેન સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસે આઈપીસી કલમ 307 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...