ભાસ્કર ઈમ્પેક્ટ:મોદજના નવાઘરાની જોખમી ટાંકી આખરે ઉતારી લેવાઇ

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પીલરોમાં સળીયા દેખાઇ ગયા હતા

મહેમદાવાદ તાલુકાના મોદજ ગામે નવાઘરા વિસ્તારમાં આવેલ પાણીની ટાંકી ઘણા સમયથી જર્જરીત બની ગઈ હતી. 20 વર્ષ જુની આ પાણીની ટાંકી ઉપયોગમાં લેવામાં આવતી ન હતી, ઉપરથી કોંક્રીટ પણ ઊખડી ગયું હતું. જેના કારણે અંદર ના સળિયા બહાર દેખાઈ રહ્યા હતા. સળિયામાં પણ કાટ લાગી ગયો હોવાને કારણે ટાંકી ગમે ત્યારે તૂટી જાય તેવી સ્થિતિમાં હતી.

સમગ્ર બાબતે દિવ્ય ભાસ્કર દ્વારા અહેવાલ પ્રસારિત કરાતા આખરે તંત્ર જાગ્યું હતું. અને સોમવારે સવારના સમયે જેસીબીની મદદથી ટાંકીને ઉતારી લેવામાં આવી હતી. જોખમી અને જર્જરિત ટાંકી ઉતારી લેવાતા ભયના ઓથાર નીચે જીવતા નવાઘરાના લોકોએ મીડિયાનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...