નગરપાલિકાની બેદરકારી:ડાકોર નગરપાલિકાના વાંકે દુકાનદારો બેરોજગાર બન્યા

નડિયાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડાકોર પાલિકાએ એક માસથી ખોદેલ ગટર લાઈનને કારણે બંધ હાલતમાં વેપારીઓની દુકાનો. - Divya Bhaskar
ડાકોર પાલિકાએ એક માસથી ખોદેલ ગટર લાઈનને કારણે બંધ હાલતમાં વેપારીઓની દુકાનો.
  • કપડવંજ રોડ પર એક માસથી ખાડા ખોદવામાં આવ્યા છે
  • દુકાનમાં કોઇ ગ્રાહક આવી શકે તેવી જગ્યા ન હોય બંધ રાખવા મજબુર

ડાકોર નગરપાલિકા દ્વારા કપડવંજ રોડ પર ભગત જીન પાસે એક મહિના અગાઉ ગટર લાઇન માટે ખેડા ખોદ્યા હતા. ખાડા ખોદ્યા બાદ કામ અટકી જતા એક મહિનાથી કોઈ ખાડા પૂરવા આવી રહ્યું નથી. પરિસ્થિતિ એ છેકે દુકાન આગળ જ જોખમી ખાડાને કારણે વેપારીઓની દુકાન ખુલી રહી નથી.

યાત્રાધામ ડાકોરમાં નગર પાલિકાના વાકે વેપારીઓને શોષવાનો વારો આવ્યો છે. ગેરેજનો વ્યવસાય કરતા સતિષ રાવલે જણાવ્યું હતુ કે એક માસ અગાઉ ભગતજીન પાસે ગટર ઉભરાતી હોઇ, નગરપાલિકા દ્વારા કોઇ કારણોસર આખી લાઈન ખોદી નંખાઈ હતી. વેપારીઓએ પૂછતા જણાવ્યુ હતુ કે ગટરલાઈન ઉભરાય છે, જેથી નવી ગટર લાઈન નાખવા માટે ખોદકામ થઈ રહ્યું છે. જે તે સમયે 10 દિવસમાં કામ પૂરું કરવાનું હતુ, પરંતુ એક મહિનો થવા આવ્યો નગરપાલિકા દ્વારા કામગીરી પૂર્ણ નહી કરતા વેપારીઓ બેરોજગાર બન્યા છે.

વેપારીઓ જણાવી રહ્યા છેકે દુકાન પાસે જ નગરપાલિકાએ લાઈન ખોદી નાખી છે. જેના કારણે દુકાનો પણ ખોલી શકાતી નથી. એક તરફ કોરોનાને કારણે વેપાર પડી ભાંખ્યો હતો, જે માંડ માંગ રાગે આવ્યું ત્યારે હવે નગરપાલિકાની બેદરકારીને કારણે એક મહિનાથી વેપાર ધંધા બંધ થઈ ગયા છે.

પાઈપોની ખરીદીમાં વાર લાગી, 3 દિ’માં કામ પૂર્ણ થશે
વેપારીઓને પડતી હાલાકી અમારા ધ્યાનમાં જ છે, પાઇપો ખરીદવાની કાર્યવાહીમાં થોડી વાર લાગી હતી, આજે કામ ચાલુ થઈ ગયું છે અને 3 જ દિવસમાં કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવશે. - રાજેશ પટેલ (રાધી) પ્રમુખ, ડાકોર નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...