તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અટકાયત:ખેડાના લીંબાસીમાં ચોરીના ગુનામાં બે વર્ષથી ફરાર દંપતી ઝડપાયું

નડિયાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એલસીબીએ આરોપીઓને પકડી સ્થાનિક પોલીસને હવાલે કર્યા

ખેડા જિલ્લાના માતર પંથકમાંથી ચોરીના ગુનામાં ફરાર દંપતીને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી દીધી છે.

નડિયાદ એલસીબી પોલીસે ગત સાંજે બાતમીના આધારે માતર ખાતેથી એક શંકાસ્પદ ઈસમને ઝડપી લીધો છે. જેની પુછતાછ કરતા તેણે પોતાનું નામ કનુ આત્મારામ ચુનારા (રહે.મેઘલપુર, તા. સોજિત્રા) કબુલ્યું છે. પોલીસે તપાસ કરતાં કનુ ચુનારા તથા તેણીની પત્ની રેખા બે વર્ષ પહેલા લીંબાસી વિસ્તારમાં એક મકાનની અંદર ચોરી કરી હતી.

જે ગુનામાં તે બન્ને નાસતા ફરતા હોવાનું જાણવા મળતાં પોલીસે કનુ ચુનારા તેમજ તેની પત્નીને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. પોલીસે સીઆરપીસી 41 (1) આઈ મુજબ અટક કરી માતર પોલીસને સોંપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો