શિક્ષણ પર સવાલ:ધો.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી ગ્રાન્ટેડ હાઇસ્કૂલોની હાલત કફોડી બનશે

નડિયાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર: શાળાના આચાર્ય પ્રશાંત ભાઇ ઉપાધ્યાય અને આચાર્ય શૈલેષ પટેલ. - Divya Bhaskar
તસવીર: શાળાના આચાર્ય પ્રશાંત ભાઇ ઉપાધ્યાય અને આચાર્ય શૈલેષ પટેલ.
  • તાલુકા કક્ષાઅે ધો.10 ના વિદ્યાર્થીઓની સંખ્યા વધારે, ધો.11ના ક્લાસ ઓછાં

કોરોના કાળની સ્થિતિ જોતા સરકારે ધો.10ના તમામ વિધાર્થીઓ ને માસ પ્રમોશન આપી પાસ કરી દીધા છે. જેના કારણે ધો.11માં પ્રેવેસતા તમામ વિધાર્થીઓને શાળાઓમાં કેવી રીતે સમાવવા તે બાબતે શાળા સંચાલકોની ચિંતા વધારી છે. જિલ્લામાં મોટાભાગે તાલુકા કક્ષાની શાળાઓમાં જ ધો.11 ના વર્ગો ઉપલબ્ધ છે. ત્યારે શાળા પોતાના જ ધો.10ના વિધાર્થીઓને ધો.11માં સમાવશે કે પછી ગ્રામ્ય વિસ્તારોની શાળામાંથી ધો.10 પાસ કરીને આવતા વિધાર્થીઓને પણ એડમિશન આપશે? હાલની સ્થિતિમાં શાળાઓ પાસે જે ઓરડા છે, તેમાં તમામ વિધાર્થીઓ સમાઇ શકે ખરા? જો સરકાર ઓરડા વધારવાની મંજૂરી આપી પણ દે તો શિક્ષકો લાવવા ક્યાથી? આ તમામ એવાં પ્રશ્નો છે જેના કારણે ગ્રાન્ટેડ શાળાઓના આચાર્યની મુશ્કેલીઓ વધી છે. સરકાર આ બાબતનું ઝડપથી નિરાકરણ લાવે તે જરૂરી છે. માસ પ્રમોશનને લઈને ઉદભવેલી સમસ્યાઅો બાબતે આચાર્યો મૂઝવણમાં મુકાયા છે.

નડિયાદ: ધો. 11 અને 12નો નવો વર્ગ માંગવો પડશે
અમારી શાળામાં ધો.10 ના બે વર્ગ માં 97 વિધાર્થીઓ છે. જ્યારે ધો.11માં માત્ર એક જ વર્ગ હોવાથી આ વિધાર્થીઓને સમાવવા એક નવો વર્ગ શરૂ કરવો પડે તેવી સ્થિતિ છે. સરકાર દ્વારા એક વર્ગમાં 60 બાળકોની મંજૂરી આપવામાં આવે છે. જેને જોતા 97 વિધાર્થીઓ માટે બીજો નવો વર્ગ શરૂ કરવો પડશે. આ વર્ષે ધો.11 મોટ એક નવો વર્ગ અને આવતી સાલ ધો.12 માટે નવો વર્ગ માંગવો પડશે. જોકે જે પ્રમાણે ની સ્થિતિ છે. તે મુજબ સરકાર બધું જામતી હસે તેવો અમને અંદાજ છે. જિલ્લા શિક્ષણાધિકારી અને શિક્ષણ ક્મિશ્નર દ્વારા અમારી પાસે તમામ વિગતો મંગાવાઇ છે. જેના પરથી લાગે છેકે આવનાર દિવસોમાં આ બાબતનું નિરાકરણ આવસે. > પ્રશાંત ભાઇ ઉપાધ્યાય, આચાર્ય, બાસુદિવાલા હાઇસ્કુલ, નડિયાદ

​​​​​​​ઠાસરા: 92 વિદ્યાર્થીઓ માટે પરમીશન માંગવી પડશે
​​​​​​​અમારી શાળામાં ધો.10 માં 398 વિધાર્થીઓ છે. જ્યારે ધો.11 માં 4 વર્ગો છે. દર વર્ષે વિધાર્થીઓની સંખ્યા વધતા અમારે ઓરડા વધારવા પરમિશન માગવી પડે છે. આ વખતે પણ માસ પ્રમોશન ના કારણે વિધાર્થીઓની સંખ્યા વધતા આજ સ્થિતિનું નિર્માણ થનારું છે. થોડા ઘણા વિધાર્થીઓ સમાવવાનો પ્રયાસ કરીશું બાકી વિધાર્થીઓ બીજી શાળામાં જાય તો શારૂ છે. ગત વર્ષે 92 વિધાર્થીઓ માટે વધારાના ઓરડાની પરમિશન માગવી પડી હતી. જોકે ચિંતાજનક બાબત એ છેકે અમારી શાળામાં ધો.9 થી 12 માં 16 શિક્ષકોની ઘટ છે. ત્યારે ઓરડાની સાથે સાથે સરકાર શિક્ષકો પણ આપે તે જરૂરી છે.> સુમન ભાઇ પટેલ, આચાર્ય, જે.એમ.દેસાઇ હાઇસ્કુલ, ઠાસરા

કઠલાલ: 10 ગામના 500 વિદ્યાર્થીઓને ક્યાં સમાવવા ?
અમારી શાળામાં ધો.10માં 375 વિધાર્થીઓ છે. જ્યારે ધો.11 ના 4 જ ક્લાસ છે. એક ક્લાસમાં 60 ની સરેરાશ મુજબ આ ક્લાસ પણ હાલમાં ઓછાં પડે છે. આ સ્થિતિમાં ધો.10 ના તમામ વિધાર્થીઓને માસ પ્રમોશન અપાયા છે, જેથી વિધાર્થીઓને ક્યા બેસાડવા તે સમસ્યા છે. અમારી શાળા તાલુકા મથકની મુખ્ય શાળા છે, જ્યા આસપાસના 10 ગામના વિધાર્થીઓ ધો.11માં એડમિશન લેવા માટે આવે છે. જો અમારી શાળાના જ ધો.10ના 375 વિધાર્થીઓને ધો.11 માટે ઓરડા ઓછાં પડતા હોય તો બીજા 10 ગામના 500 જેટલા વિધાર્થીઓને ક્યા સમાવવા? સરકાર આ બાબતનું યોગ્ય નિરાકરણ લાવે તે જરૂરી છે.> શૈલેષ પટેલ, આચાર્ય, શેઠ એમ.આર.હાઈસ્કૂલ કઠલાલ

અન્ય સમાચારો પણ છે...