• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Submission To The Collector To Improve The Dilapidated System Of The City For The Preparation Of LRD Examination Of The Independent Councilor Of The Municipality.

મુશ્કેલી અંગે રજૂઆત:પાલિકાના અપક્ષ કાઉન્સિલરની LRDની પરીક્ષાની તૈયારી માટે શહેરની ખાડે ગયેલી વ્યવસ્થા સુધારવા કલેક્ટરને રજૂઆત

નડિયાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહત્વના ત્રણ ગ્રાઉન્ડ તાત્કાલિક ધોરણે ખોલવા ગોકુલ શાહે કલેક્ટરને લેખીતમાં રજૂઆત કરી

નડિયાદ નગર પાલિકાના અપક્ષ કાઉન્સિલર ગોકુલ શાહે આજે ગુરૂવારે જિલ્લા કલેક્ટર તેમજ અન્ય અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી હતી. જેના અંતર્ગત આવનારી પોલીસ ભરતી માટે યુવાનો શારીરિક કસોટીની તૈયારી કરે તે માટે મહત્વના ત્રણ ગ્રાઉન્ડ ખોલવા માંગ કરવામાં આવી હતી.

નડિયાદમાં પદાધિકારીઓની સાથે હવે અધિકારીઓ પણ લાપરવાહી દાખવી રહ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો. આગામી મહિનામાં રાજ્ય સરકાર LRD (લોક રક્ષક દળ)ની પરીક્ષાઓ લેવા જઈ રહી છે, જેમાં સૌ પ્રથમ શારીરિક કસોટી થશે. જે ડિસેમ્બર માસની શરૂઆતમાં જ યોજાઈ જાય તેવી સંભાવનાઓ છે. ત્યારે જિલ્લાના વડામથક નડિયાદ શહેરમાં તંત્રની અણઆવડતને પગલે મુખ્ય મેદાનો બંધ કરી દેવાયા છે તેવી રજૂઆત નડિયાદ નગરપાલિકાના અપક્ષના કાઉન્સિલર ગોકુલ શાહે કલેક્ટરને કરી હતી.

તેમણે રજૂઆતમાં જણાવ્યું હતું કે શહેરના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું મેદાન, એસ.આર.પી. ગ્રાઉન્ડ અને કોલેજનું ગ્રાઉન્ડ અત્યારે બંધ છે. જેના કારણે LRDની તૈયારી કરી રહેલા યુવાનોને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડી રહી છે. તેમને રસ્તા પર દોડવાની ફરજ પડી રહી છે. ઉપરાંત મફતલાલ મોલના ગ્રાઉન્ડ અને હેલીપેડનો ઉપયોગ કરવો પડી રહ્યો છે, જ્યાં કોઈ પણ પ્રકારની સફાઈ કે યોગ્ય વ્યવસ્થા નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે નડિયાદના યુવાનો માટે અન્ય કોઈ સારી વૈકલ્પિક વ્યવસ્થા નથી. તેવા સંજોગોમાં આ ત્રણ ગ્રાઉન્ડ કેમ બંધ છે? તે અંગે તાત્કાલિક ધોરણે ગ્રાઉન્ડ ખોલાવો અને હેલીપેડ તેમજ મીલના ગ્રાઉન્ડની સફાઇ કરાવી યુવાનોને ઉપયોગી બને તે દિશામાં કામ કરાવો તેવી માંગ કરવામાં આવી હતી. જો તેમ નહીં થાય તો આગામી દિવસોમાં તેમના દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...