તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલેકટરની કડકાઇ:કલેકટરે કહ્યું રાતના 9 પછી ભીડ ન કરો પોલીસે લારીઓ જ બંધ કરાવી દીધી

નડિયાદ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે ખોટું અર્થઘટન કરતા વેપારીઓ નારાજ: કલેકટરને આવેદન
 • ખેડામાં 5 દિવસ બાદ કેસમાં ઘટાડો: 21 કેસ
 • વડતાલમાં 5મીથી ઉતારા અને ભોજનાલય બંધ રહેશે

નડિયાદ શહેરમાં અવિરત વધી રહેલા કોરોના કેસને કાબુમાં કરવા કલેક્ટર દ્વારા રાત્રિના ખાણી પીણીની લારી પર થતી ભીડ અટકવવા પોલીસને સુચના આપવામાં આવી હતી. પરંતુ પોલીસ દ્વારા સીધી ખાણી - પીણીની લારી જ બંધ કરાવી દેતા વેપારીઓની રોજગારીનો પ્રશ્ન ઉભો થયો છે. આ અંગે નારાજ વેપારીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી રાત્રિના 10 વાગ્યા સુધી ખુલ્લા રાખવા માગણી કરી હતી. નડિયાદના રેસ્ટોરન્ટ (ખાણી - પીણી)ના વ્યવસાય સાથે સંકળાયેલા સૌ સંચાલકોએ આવેદનપત્ર આપ્યું હતું.

ખેડા જિલ્લામાં છેલ્લા એક મહિનાથી કોરોના કેસમાં અવિરત વધ્યા બાદ શનિવારના રોજ કેસ ઘટીને 21 થયા છે. જોકે, આ કેસ માત્ર કાગળ પર લેવામાં આવ્યાં છે. ખેડા જિલ્લા આરોગ્ય વિભાગે શનિવારે જાહેર કરેલા કેસમાં નડિયાદના સુભાષનગર, આરાધના સોસાયટી, અર્પણનગર, શેઠ પોળ, રાજેન્દ્રનગર, તુલસી રેસીડન્સી, જવાહરનગર, વિજયલક્ષ્મી સોસાયટીમાં કોરોના કેસ જોવા મળ્યાં હતાં. આ ઉપરાંત ઉત્તરસંડામાં અમરજ્યોત એપાર્ટમેન્ટ, આખડોલ, મહુધાના મોટી ખડોળ, કપડવંજ, ઠાસરા, માનપુરા, કાલસર, મિત્રાલ, પલાણા, છીપડીે, સંધાણાે, હલધરવાસમાં કોરોના કેસ જોવા મળ્યાં હતાં.

સ્વામિનારાયણ સંપ્રદાયના તિર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે 5મી એપ્રિલથી 15મી એપ્રિલ દરમિયાન ભોજનાલય અને ઉતારા વ્યવસ્થા બંધ રાખવાનો નિર્ણય મંદિરના સંચાલકો દ્વારા લેવામાં આવ્યો છે. કોરોનાના વધી રહેલા કેસના પગલે આ નિર્ણય લેવાયો છે. ખેડા જીલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ મુકામે આવતા સર્વે સત્સંગીને જણાવવાનું કે, કોરોનાના વધતા જતા સંક્રમણને લઈને વડતાલ મંદિરમાં 5મી એપ્રિલથી 15મી એપ્રિલ સુધી ભોજનાલય અને ઉતારા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જોકે, મંદિરમાં દર્શન વ્યવસ્થા રાખવામાં આવી છે. હરિભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ અને કોવિડ-19 ની ગાઈડલાઈન સાથે દર્શન કરવાના રહેશે. મંદિર પ્રશાસનને ભક્તોની અને સંતોની સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો છે. એમ વડતાલ મંદિરની યાદીમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો